તપાસ:મોડાસામાં માસીના દીકરાને મળવા આવેલ ભાઇનું બાઇક ચોરાતાં ગુનો

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારોમાં અમદાવાદનો ચશ્માનો વેપારી માસીના દીકરાને મળવા માટે આવ્યો હતો

મોડાસામાં દિવાળીના તહેવારોમાં માસીના દીકરાને મળવા આવેલા અમદાવાદના વેપારીનું બાઇક ચોરાઈ જતાં મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.અમદાવાદમાં ફોટો ફ્રેમનો વ્યવસાય કરતો વેપારી તેમના માસીના દીકરા રાકેશભાઈને મળવા માટે દિવાળીના તહેવાર દરમિયાન મોડાસા આવ્યો હતો. દરમિયાન તેઓ મેવારામ શૂઝની બાજુમાં આવેલી રાકેશ ગ્લાસહાઉસની દુકાનમાં બાઇક નંબર જીજે જીરો 1 એલએ 8568 દુકાન પાસે પાર્ક કરીને બેઠા હતા.

દરમિયાન સાડા છ કલાકની આસપાસ બાઇક નજરે ન પડતાં આજુબાજુ તેમજ મોડાસા શહેરમાં મોટરસાયકલની તપાસ હાથ ધરી હતી. પરંતુ મોટરસાયકલ કોઈ પત્તો ન લાગતાં સંજયભાઈ મહેન્દ્રભાઈ ડબગર રહે. મોટીહવેલીની પોળ દરિયાપુર અમદાવાદે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બાઇકની અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...