કોરોના મહાઆપતિ:મોડાસાના ભાગોળ વિસ્તારના કોરોનાગ્રસ્ત મહિલાના પુત્રને કોરોના, 9 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં હોમ ક્વોરન્ટાઇન કરાયા

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લીમાં કોરોનાનો વધુ એક કેસ,ગ્રામ્યમાં 79 અને શહેરના 32 મળી આંકડો 111 એ પહોંચ્યો, ભાગોળ વિસ્તારમાં ત્રીજો કેસ

અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોના નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. મોડાસાના શહેરી વિસ્તારમાં 31 અને ગ્રામ્ય વિસ્તારમાં 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ગુરૂવારે મોડાસા શહેરના ભાગોળ વિસ્તારમાં રહેતા અને મોડાસામાં કોવિડ- 19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલા કોરોનાગ્રસ્ત મહિલાના 34 વર્ષિય પુત્ર ઈરફાન ગુલામ મહંમદ સુથારને કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતાં શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 32 થવા પામી છે અને જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા 111 એ પહોંચી છે. 

આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અમરનાથ વર્મા એ જણાવ્યું હતું કે, જિલ્લામાં બુધવારે આરોગ્ય વિભાગના દ્વારા અગાઉ લેવાયેલા 30 સેમ્પલ પૈકી મોડાસા શહેરના ભાગોળ વિસ્તારમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો છે. બે દિવસ અગાઉ મોડાસાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ મહિલાના પુત્ર ઈરફાન ગુલામમંહમદ સુથારને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીઓની સંખ્યા 111 સુધી પહોંચી ગઇ છે. યુવકને પણ મોડાસાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે.મોડાસા શહેરના ભાગોળ વિસ્તારમાં અગાઉના ત્રણ મળી મળી વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળતાં આરોગ્યની પાંચ ટીમો દ્વારા 252 ઘરોના 1251 લોકોને  હાઉસ ટુ હાઉસ સર્વે કરી સર્વે દરમિયાન 9 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ 9, તેમજ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ 9 મળી કુલ 18 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સાબરકાંઠાના બે તેમજ અમદાવાદ જિલ્લાનો એક દર્દી મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં કુલ 97  દર્દીઓ સાજા થતાં અભિવાદન કરી  ઘરે પરત મોકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...