તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:મોડાસાની સરસ્વતી વિદ્યાલયની છાત્રાઓએ ઓનલાઇન રજૂ કરેલી કોરોનાથી બચવાની કૃતિ જિલ્લામાં પ્રથમ નંબરે

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થ એન્ડ હાઈઝીન વિષય પર બંને છાત્રાઓએ કૃતિ રજૂ કરી હતી

મોડાસાની સરસ્વતી વિદ્યાલયની બે છાત્રાઓએ ઓનલાઇન વિજ્ઞાન મેળામાં શાળા સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન વિભાગમાં મહામારીમાં કોરોના થી બચવા માટે બંનેએ રજૂ કરેલી કૃતિને જિલ્લામાં પ્રથમ સ્થાન મળતા હવે આ કૃતિ રાજ્યકક્ષાએ રજૂ કરવાની હોવાનું પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ સુથારે જણાવ્યું હતું.

જી.સી.ઈ.આર.ટી પ્રેરિત ડાયેટ, અરવલ્લી દ્વારા આયોજિત જીલ્લા વિજ્ઞાન મેળા ના વિભાગ-2 માં એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસાની કૃતિ,સમગ્ર જીલ્લામાં પ્રથમ આવી છે. હેલ્થ એન્ડ હાઈઝીન વિષય પર કોવિડ-19 થી બચવા વિદ્યાર્થીનીઓ રિયા ઉપાધ્યાય અને તન્વી કડિયા દ્વારા સી.પી.સી, સી.પી.આઈ.સી અને આઇ.એસ ની રચના કરવામાં આવી હતી.

પ્રોજેક્ટ કન્વીનર જીગર સથવારા ના માર્ગદર્શન અને પ્રિ.ડૉ જીગ્નેશ સુથારના સલાહ સૂચનથી તૈયાર કરાયેલી કૃતિ હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે. જિલ્લામાં પ્રથમ આવવા બદલ મંડળના પ્રમુખ મોહનભાઈ પટેલ, ઉપપ્રમુખ આર.કે.પટેલ તથા મંત્રી રણછોડભાઈ પટેલ અને શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...