તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:મોડાસાના બિલ્ડર અને દવાઓના હોલસેલ વેપારીનું કોરોનાથી મોત

મોડાસા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃતક બિલ્ડર્સ  ઘનશ્યામભાઈ - Divya Bhaskar
મૃતક બિલ્ડર્સ ઘનશ્યામભાઈ
 • બંનેની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી

મોડાસાના બિલ્ડર એન્ડ સિવિલ એન્જિનિયર ઘનશ્યામભાઈ સોની અને દવાઓના હોલસેલ વેપારી નિકુંજભાઈ શાહ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના સામે જંગ હારી જતાં બંને અગ્રણીઓના દુઃખદ અવસાન થતાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મોડાસાના અજન્તા કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા અને વર્ષોથી બિલ્ડર્સ એન્જિનિયર તરીકે અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓમાં નામના મેળવનાર ઘનશ્યામભાઈ સોની 4 દિવસ અગાઉ કોરોનાની બીમારીમાં સપડાતાં વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમને આખરી શ્વાસ લીધા હતા.

મૃતક વેપારી નિકુંજભાઇ શાહ
મૃતક વેપારી નિકુંજભાઇ શાહ

જોકે ગત સપ્તાહ અગાઉ ઘનશ્યામભાઈ સોનીના પિતાનું પણ કોરોનાનાથી મોત થયું હતું. અજન્તા કોમ્પલેક્સમાં દુકાન ધરાવતા હોલસેલ દવાઓના વેપારી નિકુંજભાઈ શાહની તબિયત લથડતાં કોરોના ટેસ્ટ કરતાં પોઝિટિવ આવતાં વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં મેઘરજ અને મોડાસા પંથકના વૈષ્ણવ સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બંને અગ્રણી ઓના મોત થતાં જીગરભાઈ મહેતા અજન્તા કોમ્પલેક્સના અગ્રણી વેપારી, જયેશભાઈ કામરાજ મિતેશભાઇ નાયી, રાકેશભાઈ સોની, રૂપેશભાઈ સોની, ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના વેપારીઓએ દુઃખની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો