તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:અરવલ્લીમાં કોરોનાથી 3 મહિલા સહિત 6નાં મોત, વધુ 8 પોઝિટિવ

મોડાસા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડાસા શહેરમાં હોમ કોરોન્ટાઈનમાં રહેલા મહિલા સહિત 3ના શંકાસ્પદ મોત

અરવલ્લી જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 6 દર્દીઓના મોત થયા છે. અને મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારમાં હોમકોરોન્ટાઈનમાં 2 પુરુષ અને 1 મહિલા સહિત 3ના શંકાસ્પદ કોરોનાથી મોત થયા હતા.

ભિલોડા તાલુકાના મોટી બેબારમાં વણકર ફરીમાં, મોડાસા તાલુકાના બોલુન્દ્રાના બ્રાહ્મણ ફળિયામાં,મોડાસાના ઇટાડીમાં પટેલ ફળીમા,મોડાસાના નવા દાવલીમાં રાઠોડ ફળીમા, મોડાસા શહેરની ફોરમસીટીમાં, ધનસુરાની ભીમજી કાકાની ચાલીમાં, ધનસુરાની પ્રજાપતિ ફરીમાં મોડાસાના નાલંદા 1 સોસાયટીમાં 1-1 કેસ મળી કુલ 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કલેક્ટરે ઉપરોક્ત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અવરજવર ઉપર પ્રતિબંધનો આદેશ ફરમાવ્યો છે.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ અને કોવિડ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોડાસા તાલુકાના ગઢાનો પુરુષ,તાલુકાના મહાદેવપુરા કંપાનો પુરુષ, કાર્તિકે સોસાયટીમાં રહેતો પુરુષ,મોડાસાના લઘુમતી વિસ્તારની સૈયદ પરિવારની મહિલા, મહિસાગર જિલ્લાના દેગામડાની મહિલાનું મોત થયું હતું. મોડાસાની અન્ય એક મહિલાનું શામળાજી રોડ ઉપરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. મોડાસાની રામપાર્ક સોસાયટીની મહિલા અને માણેકબાગ સોસાયટીના પુરુષ તેમજ સોનીવાળા વિસ્તારમાં પુરુષનું હોમકોરોન્ટાઇન દરમિયાન શંકાસ્પદ કોરોનાથી મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો