મોડાસા યાર્ડમાં વેપારીઓ દ્વારા સેસ કૌભાંડ કરી ગેરરિતી આચરતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિક કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદન આપી સમગ્ર કૌભાંડમાં તપાસ કરવા તેમજ જે વેપારીઓ દોષી જણાય તેમની સામે કાર્યવાહી કરી તાત્કાલિક તેમના લાયસન્સ રદ કરવા આવેદન આપ્યુ હતું.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહની આગેવાનીમાં કલેક્ટરને અપાયેલા આવેદન મુજબ મોડાસા યાર્ડમાં કેટલાક વેપારીઓ દ્વારા ભરવી પડતી સેસની રકમથી બચવા કે ઓછી સેસ ભરવા ખોટા બિલો રજૂ કરાતાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
ખેડૂત એકતા મંચ દ્વારા આ પ્રકરણે કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતોને અપાયેલા કાચા બિલ અને આ જ વેપારીઓએ આજ ખેડૂતના માર્કેટયાર્ડમાં રજૂ કરેલા પાકા બિલની રકમમાં અનેક વિસંગતતા હોવાની જણાય છે. કોંગ્રેસે આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું છે કે યાર્ડ દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરાયેલા નોટિસના લેખિત ખુલાસામાં યાર્ડના વેપારી અને ડિરેક્ટરના માલિક ની પેઢીમાં ઓછા બિલો બનાવ્યાનું ખુલ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.