આયોજન:અરવલ્લી-સા.કાં.આદિવાસી શિક્ષક એસો.નું વજાપુરમાં સંમેલન યોજાશે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી કાર્યક્રમ
  • આદિવાસી સંસ્કૃતિના આધારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

વજાપુર ગામે શુક્રવારે અરવલ્લી અને સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનનું ત્રીજું વાર્ષિક સ્નેહ સંમેલન શુક્રવારે ભવ્ય આયોજન ભિલોડા તાલુકાના વજાપુર ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકો અને શિક્ષકોનું મોમેન્ટો આપી સન્માન કરાશે. અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખીના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના વજાપુર ગામે આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજવાડીમાં તારીખ - 15 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 8થી બપોરે 12 દરમિયાન અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનનું ત્રીજું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાશે.

આ એસોસિએશનના પ્રમુખ દિલીપકુમાર ખીમજીભાઈ નિનામાએ આ અંગેના કાર્યકમની રૂપરેખા આપતા જણાવ્યું કે સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગતદીપ પ્રાગટ્ય, સર્વધર્મ પ્રાર્થના, સ્વાગત ગીત બુકે, સાલ અને મોમેન્ટો દ્વારા સમારંભના અધ્યક્ષ મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત એસોસિયેશનની રચના અંગે અને બંધારણ, હેતુંઓ, કામગીરી બાબતે પ્રમુખ વકતવ્ય આપશે. વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર બાળકોનું મોમેન્ટો સન્માન, વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર શિક્ષક મિત્રોનું મોમેન્ટો દ્વારા સન્માન કરાશે અને આદિવાસી સંસ્કૃતિના આધારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...