વિવાદ:મોડાસાના બડોદરામાં બેલેટ પેપરમાં સિક્કા લગાવવા મામલે વિવાદ સર્જાયો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેલેટ પેપરમાં સિક્કો ઝાંખો પડતો હોવાની મતદારોની ફરિયાદ
  • ગ્રામજનોની પોલીસે બળપ્રયોગ કર્યાનો આક્ષેપ કરી ચૂંટણી અધિકારીને રજૂઆત

મોડાસા તાલુકાની બડોદરા પંચાયતની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન સિક્કો બેલેટ પેપરમાં ઝાંખો પડતો હોવાની ગામજનોની ફરિયાદ ઉઠી હતી. દરમિયાન મતદાન મથક પાસે જોતજોતામાં લોકોના ટોળેટોળાં ઉમટી પડતાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો ગ્રામજનોએ પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કરીને ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.​​​​​

ચૂંટણી દરમિયાન અમુક મતદારોએ સિક્કો એક જ તરફ નિશાનવાળો હોવાનો અને બેલેટ પેપરમાં ઝાંખો પડતો હોવાની રજૂઆત કરતાં મતદાન મથક બહાર વાયુવેગે વાત પ્રસરી જતા મોટી સંખ્યામાં મતદારોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો ચૂંટણી અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે મતદારોની માગણીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરાઇ હતી બાદમાં રાબેતા મુજબ મતદાન શરૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...