તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:કોરોના કરતાં આ સરકારના ગેરવહીવટથી લોકો વધુ મૃત્યુ પામ્યાનો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા અને હિંમતનગર સિવિલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કોરોના દર્દીઓની મુલાકાત લીધી

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મંગળવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લઇ સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે એ સ્પષ્ટ છે કે કોરોના થી લોકો મૃત્યુ પામે છે એના કરતાં આ સરકારના ગેરવહીવટના કારણે લોકો વધારે મરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે હિંમતનગર સિવિલની મુલાકાત લીધી હતી અને કોરોના દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી હતી. તેઓએ જણાવ્યું કે, સિવિલ બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં કોરોના દર્દીઓ સારવાર માટે લાઇનમાં ઉભા રહી રાહ જોઈ રહ્યા છે.બેડ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શન જરૂરિયાતવાળા દર્દીઓને મળતાં નથી. આ બધી બાબતો સરકારની નિષ્ફળતાઓ છે.

સરડોઈમાં કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહને ત્યાં બેસણામાં હાજરી આપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દરમિયાન પ્રમુખે જણાવ્યું કે જિલ્લામાં પીએચસીમાં પણ બેડ છે પણ સારવારની સગવડ નથી જિલ્લામાં ઓક્સિજન સપ્લાય ઓછો છે બેડ ઓછા છે.

આ જિલ્લાને અસ્તિત્વમાં આવ્યા આઠ વર્ષ થયા છે પરંતુ સરકારની અને આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીના કારણે જિલ્લામાં સિવિલનું અસ્તિત્વ નથી. જેના કારણે લોકો વર્ષો જૂની ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે. જિલ્લાની હોસ્પિટલમાં ઇન્જેક્શનનો જથ્થો તેમજ ઓક્સિજન સપ્લાય અને પૂરતા વેન્ટિલેટર ની વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર 108 માં દર્દીઓ દાખલ થવા રાહ જોઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી.ઘણા દર્દીઓ જે અરવલ્લીમાંથી આવ્યા હતા એવા દર્દીઓને પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દાખલ કરાતા નથી એવી રજૂઆત પ્રદેશ પ્રમુખ સમક્ષ દર્દીઓએ કરી હતી. ત્યારબાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, સર્જન, આરએમઓ સાથે મુલાકાત લઇ તેમની સાથે દરેક મુદ્દા પર ચર્ચા કરી હતી.

તમામ મેડિકલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે જ જૂની સિવિલમાં ઓક્સિજન બેડ અને સ્ટાફ વ્યવસ્થા કરી ચાલુ કરવા તંત્ર સાથે ચર્ચા કરી ચાલુ કરવાની ખાતરી આપી હતી. હડતાળ ઉપર ઉતરેલા તબીબો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોને મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સુધી રજૂઆત કરી હકારાત્મક નિર્ણય આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...