તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ સાથે હોબાળો:અરવલ્લી આયોજનની સભામાં વિરોધ કરતાં કોંગી MLA નીચે બેસી ગયા, કામોની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નીચે બેસી ગયેલા અનિલ જોષિયારાની તસવીર - Divya Bhaskar
નીચે બેસી ગયેલા અનિલ જોષિયારાની તસવીર
  • બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ભિલોડા ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાએ વિરોધ કર્યો
  • અરવલ્લી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ. 1010.65 કરોડનાં કામોને મંજૂરી અપાઈ, જિલ્લાના છ તાલુકામાં વિકાસના 749 કામોને આવરી લેવાયાં

અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ. 1010.65 લાખના 749 વિકાસલક્ષી કામોની મંજૂર અપાઇ હતી. બેઠક દરમિયાન કોંગી ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ભિલોડાના કોંગી ધારાસભ્ય ડો. અનિલ જોષિયારા પોતે સૂચવેલા કામો રદ કરાતાં હોવાનું તેમજ તેમના કામો ની અવગણના થતી હોવાનો આક્ષેપ કરીબંને ધારાસભ્યો પ્રભારી મંત્રીની સામે જમીન પર નીચે બેસીને હોબાળો કર્યો હતો જોકે પ્રમુખ રાજેન્દ્ર પટેલે વિકાસના કામોની યાદીમાં ધારાસભ્યોની સહી લેવાતી હોવાનું પણ જણાવ્યું હતું. મોડાસા કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે પણ વિકાસના કામો બાબતે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

જિલ્લામાં વર્ષ 2021-22 વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અરવલ્લી જિલ્લા ના છ તાલુકાનું આયોજન મંજૂર થવાના કારણે જિલ્લામાં 749 કામો માટે 1010.65 લાખની ગ્રાન્ટનો ખર્ચ કરાશે. મોડાસા કલેક્ટર કચેરીમાં પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને મળેલી આયોજન મંડળની બેઠક મા જિલ્લાના છ તાલુકાનું આયોજન તેમજ જિલ્લા કક્ષા સહિતના કામોની પ્રભારી મંત્રી રમણલાલ પાટકર દ્વારા મંજૂરી અપાઇ હતી.

બેઠકમાં બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે તાલુકાની કાર્યવાહી નોંધમાં પોતાની સહી તાલુકા આયોજન સમિતિ દ્વારા લેવામાં આવતી ના હોવા બાબતે તેમજ પોતે સૂચવેલા કામોમાં ફેરફાર કરવા બાબતે પ્રભારીમંત્રી સમક્ષ રજૂઆત કરી ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા વિકાસના કામો બાબતે વિરોધ નોંધાવીને પ્રભારી મંત્રીની આગળ જમીન પર બેસી ગયા હતા. રમણલાલ પાટકર દ્વારા આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ માલપુરને પૂછતાં માલપુર તાલુકા પંચાયત પ્રમુખે કામોમાં કોઈ ફેરફાર નહીં કરી ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા સૂચવેલા કામો ને પણ તાલુકા આયોજન સમિતિએ મંજૂરી આપી છે તેમ જણાવી જશુભાઈ પટેલ દ્વારા સૂચવેલા અને મંજૂર કરેલા કામોની યાદી રજૂ કરી નકલ આપી હતી.

અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું કે આયોજનના કામો તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને સમિતિ દ્વારા નક્કી કરાયા બાદ તાલુકા ની યાદી મુજબ આયોજન મંડળની બેઠકમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને કામોને મંજૂર કરાતાં હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...