તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દલીલપુરમાં જમીન પર કબજો કરતાં બે સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડીલોની જમીનમાં ઘૂસી જઇ વારસદારોને પણ પ્રવેશ આપતાં ન હતા
  • જમીન પચાવી પાડવા પર પ્રતિબંધક અધિનિયમ હેઠળ મહિલાની ફરિયાદ

મોડાસાના દલીલપુર કોલીખડ ગામની સીમમાં વડીલોની માલિકીની આવેલી જમીનમાં ગામના બે શખ્સો દ્વારા ગેરકાયદે પ્રવેશ કરીને કબજો કરી જમીનમાં મહિલાના વારસદારોને પ્રવેશ કરવા દેવામાં ન આવતા મહિલાએ કલેક્ટરમાં રાવ નાંખતા જેના અનુસંધાને જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરનાર દલીલપુરના બે લોકો વિરુદ્ધ જમીન ભૂમાફિયા ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો.

નીરૂબેન અમરાજી પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દલીલપુર ગામની સીમમાં આવેલા ખાતા નંબર 148નો સર્વે નંબર102 ની જમીન વાવેતર કરતાં ગામના લોકોના 7 -12 માં નામ ન હોવા છતાં તેમજ કબજા બાબતે કોઈ નોંધ ન પડી હોવા છતાં આ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી કબજો કરીને જમીનમાં પ્રવેશ કરવા દેવામાં ન આવતા મહિલાએ કલેક્ટરમાં રાવ નાખી હતી.

જેના અનુસંધાને નીરૂબેન અમરાજી સનાજી પરમાર રહે આબવેલ તા. કપડવંજ જિ. ખેડાએ મોડાસા રૂરલ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરાર દિલીપભાઈ જવાનજી અને તરાર અમરાજી સોમાજી બંને રહે દલીલપુર તાલુકો મોડાસા વિરુદ્ધ જમીન ભૂમાફિયા ગુજરાત જમીન પચાવી ભાડવા પ્રતિબંધક કાયદાના અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...