ફરિયાદ:ભિલોડાના ભાણમેરની પરિણીતાને સાસરિયાએ તગેડી મૂકતાં ફરિયાદ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ 5 વર્ષ અગાઉ યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા

ભિલોડા તાલુકાના ભાણમેરની પરિણીતાને વિજયનગરના ચિઠોડાના સાસરિયાઓ દ્વારા મારઝૂડ કરીને તેને શારીરિક માનસિક ત્રાસ આપીને તેને સાસરીમાંથી તગેડી મૂકવામાં આવતા પરિણીતાએ પતિ સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મૂળ ભાણમેરની અને બી.એ બી.એડ્ થયેલી પ્રિયંકાબેને પાંચ વર્ષ અગાઉ વિજયનગરના ચિઠોડાના કમલેશભાઈ ખરાડી જોડે કોર્ટ મેરેજ કર્યા હતા બાદમાં સાસરિયાઓ દ્વારા તેને નાના મોટાકામોમાં વાંધાવચકા પાડીને તેને શારીરિક માનસિક ત્રાસ આપી અવારનવાર સાસરિયાઓની ચડામણીથી પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હતી. સાસરિયાઓના ત્રાસથી પરિણીતા વિજયનગરમાં નોકરી કરતાં પતિ સાથે રહેવા લાગી હતી. પરંતુ ત્યાં પણ તેની સાથે સાસરિયાઓ દ્વારા ત્રાસ આપીને તેને ઘરેથી કાઢી મૂકી હતી.

પરિણિતાને સાસરિયાઓ વારંવાર તેને કહેતા હતા કે તું રૂપાળી નથી તું સુંદર નથી અમારે તો સુંદર વહુ જોઈતી હતી તેવું કહીને શારીરિક-માનસિક ત્રાસ અપાતાં મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કમલેશભાઈ પુનાજી ખરાડી, પુનાજી શકરાજી ખરાડી, મંજુલાબેન પુનાજી ખરાડી, રેખાબેન પુનાજી ખરાડી અને ગીતાબેન પુનાજી ખરાડી તમામ રહે. ચિઠોડા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...