વિવાદ:મોડાસાની મહિલા તબીબને ત્રાસ આપી મારઝૂડ કરતાં 5 સામે ફરિયાદ

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ વર્કિંગ વિઝા પર પોર્ટુગલ ગયા પછી મહિલાને ફોન કરવાનું બંધ કર્યું

મોડાસાના ગ્રીન આર્કેડફોરમ સિટીમાં ખલીકપુરમાં પિતાને ત્યાં રહેતી અને બીએચએમએસ સુધીનો અભ્યાસ કરી અને અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં સહાયક ડોક્ટરની નોકરી કરતી મહિલાને સાસરિયાંઓ દ્વારા ત્રાસ આપી મારઝૂડ કરતાં મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં પાંચ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મોડાસાના ખલીકપુરમાં રહેતા હિમાનીબેન પટેલના લગ્ન 2015 માં સમાજના રીતરિવાજ મુજબ ઈડરના સમલાપુરના તરુણકુમાર હરેશભાઇ પટેલ સાથે થયા હતા.

પુત્રીનો જન્મ થતાં સાસરિયાંઓએ મહિલાને ત્રાસ આપતાં મહિલા પિતાના ઘરે મોડાસા ગઈ હતી. ત્યાર બાદ સમાધાન થતાં તે પરત અમદાવાદ તેના પતિના ત્યાં ગઈ હતી. પતિ વર્કિંગ વિઝા ઉપર પોટુગલ ગયો હતો અને ત્યાં ગયા બાદ વાત બંધ કરી દીધી હતી. મહિલા બીએચએમએસ સુધીનો અભ્યાસ કરેલો હોવાથી અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં સહાયક ડોક્ટર તરીકે નોકરી કરતી અને ફરજ બજાવી ઘરે આવતી ત્યારે મારી નાખવાની ધમકી આપતાં ગુનો નોંધાવ્યો છે.

આમની સામે ફરિયાદ
રંજનબેન હરેશભાઇ પટેલ,હરેશભાઈ કાંતિભાઈ પટેલ બંને રહે. લાજપોર જેલ ક્વાટર, સુરત,દિપાલીબેન યોગેશભાઈ પટેલ, યોગેશકુમાર હરેશભાઇ પટેલ, તરુણકુમાર હરેશભાઇ પટેલ ત્રણેય, રહે. રૂક્ષ્મણી બેંગલોઝ સૂર્યનગર પાસે નિકોલ રોડ, નરોડા અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...