કાર્યવાહી:લાયસન્સ વગર ગીતોની કોપી કરતાં માલપુરના 4 શખ્સો સામે ફરિયાદ

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રેડ પાડી વાંધાજનક સાહિત્ય અને 16 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

માલપુરમાં સુપર મ્યુઝિકલ એન્ટરપ્રાઈઝ કંપનીની કોપીરાઈટનો ભંગ કરી ફિલ્મો અને વિડીયો તેમજ ગીતો રાખીને પોતાની પાસે લાયસન્સ ન હોવા છતાં કોપીરાઈટ કરવાનું રેડ દરમિયાન બહાર આવતા પોલીસે માલપુરના 4 શખ્સો સામે ગુનો નોંધીને રૂપિયા 16 હજારનો મુદ્દામાલ કબજે કરતા ચકચાર મચી ગઇ હતી.

માલપુરમાં ચાર જેટલા વેપારીઓ પોતાના કબજાની દુકાનમાં કોમ્પ્યુટર રાખીને તેની અંદર સુપર મ્યુઝિક એન્ટરપ્રાઈઝ કંપનીના લાયસન્સ વગર કંપની અધિકૃત કરેલ એકતા સાઉન્ડ સરસ્વતી સ્ટુડિયો તથા રાઘવ સ્ટુડિયો કંપનીના ફિલ્મો અનેક ફિલ્મોના ઓડિયો વીડિયો તેમજ ગીતો રાખી પોતાની પાસે લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદે કંપનીના ઓડિયો વિડીયો ગીતો લાયસન્સ વગર કોપી કરી વેચાણ કરતા હોવાનું રેડ દરમિયાન બહાર આવ્યું હતું.

સુપર મ્યુઝિકલ એન્ટરપ્રાઇઝ કંપનીના મેનેજર નિખિલકુમાર કવરલાલ નાયક રહે.સરથાણા સુરતનાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપેન્દ્રસિંહ લાલ સિંહ ચૌહાણ રહી બગીચા વિસ્તાર અલંકાર સોસાયટી માલપુર અને નરાજ ભાઈ ભલાભાઈ પણચા રહે.જેસિંગપુર તાલુકો માલપુર અને તરેશકુમાર જયંતીભાઈ પટેલ રહે.ગોવિંદપુર માલપુર અને બીપીન ભાઈ કોયા ભાઈ પટેલ રહે નવાગામ માલપુર સામે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...