તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જન્મનું ખોટું પ્રમાણપત્ર અને તલાટીના ખોટા રબર સ્ટેમ્પ બનાવી પાસપોર્ટ બનાવતાં દંપતી સહિત 3 સામે ફરિયાદ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાની મહિલા અમેરિકા જઇ આવ્યા બાદ પાસપોર્ટ સુધારા માટે અમદાવાદ મોકલતા ભાંડો ફૂટ્યો
  • ગાબટ પં.ના બોગસ રબર સ્ટેમ્પ બનાવી જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું, દંપતી અને એજન્ટ સામે ગુનો

મોડાસામાં રહેતી મહિલા પાસપોર્ટના આધારે અમેરિકા જઈ આવ્યા બાદ પાસપોર્ટમાં બાયડના ગાબટના બદલે ભાભટ થતાં સુધારા માટે મહિલાએ અમદાવાદ પાસપોર્ટની રિજનલ ઓફિસમાં મોકલતાં પાસપોર્ટની ખરાઇ કરવાનો રીજનલ ઓફિસ દ્વારા હુકમ થતાં મોડાસાની સ્મિતાબેન હસમુખલાલ શાહના નામનું જન્મનું ખોટું પ્રમાણપત્ર તેમજ બાયડની ગાબટ પંચાયતના તલાટી કમ મંત્રીના અને પંચાયતના ખોટા રબર સ્ટેમ્પ બનાવી જન્મના પ્રમાણપત્રનો અને ખોટા રબર સ્ટેમ્પ બનાવી ગેરરીતિ આચરતાં ગાબટના મહિલા તલાટી કમ મંત્રી નસીમબેન મિર્ઝાએ મોડાસાના સ્મિતાબેન શાહ અને તેમના પતિ હસમુખલાલ મણીલાલ શાહ અને પાસપોર્ટ એજન્ટ અનવરભાઈ ઈસ્માઈલભાઈ ટીટોઇયા વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાયડમાં રહેતા અને તલાટી કમ મંત્રી તરીકે ગાબટ પંચાયતમાં ફરજ બજાવતા નસીમબેન દસુમિયા મિર્ઝાએ મોડાસા ટાઉન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગાબટમાં તલાટી કમ મંત્રી તરીકેની ફરજ દરમિયાન પંચાયત હસ્તકના ગામડાઓમાં જન્મ મરણના રેકોર્ડના આધારે નાગરિકોને પ્રમાણપત્ર અપાતા હતા. 15 જુલાઇ 2019 ના રોજ ગાબટ પંચાયત જિ.સાબરકાંઠાના જન્મના દાખલામાં સ્મિતાબેને તેમના પિતાનું નામ નવનીતલાલ ભાયચંદલાલ શાહ તથા માતાનું નામ ઇચ્છાબેન જન્મ સ્થળ ગાબટ નોંધણી નંબર 779 જન્મ નોંધણી તા. 13 જૂન 1952 એ રીતનો જન્મ તારીખનો દાખલો છે.

પરંતુ આ દાખલો જોતાં તા. 15 જુલાઈ 2019ના રોજનો આવો કોઈ દાખલો ગાબટ પંચાયતમાંથી આપવામાં આવ્યો નથી. દાખલામાં જે રબર સ્ટેમ્પ જણાય છે તેમાં તલાટી કમ મંત્રી તરીકે મારી સહી નથી. કોઇ ડી. પટેલ નામની સહી છે અને જે ગોળ રબર સ્ટેમ્પ લગાવેલ છે તે ગાબટ પંચાયત તા. બાયડ, જિ. સાબરકાંઠાએ રીતનો ગોળ લખેલ છે અને વચ્ચે આરોગ્ય ખાતું લખેલ છે. રબર સ્ટેમ્પ ગાબટ પંચાયતનો નથી અને આ દાખલો ગાબટનાતલાટી કમ મંત્રીના કાર્યકાળ દરમ્યાન આપવામાં ન આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

સ્મિતાબેન હસમુખલાલ મણીલાલ શાહ રહે. 9 ગાયત્રીનગર સોસાયટી સાંઇ મંદિર સામે માલપુર રોડ મોડાસા, તા. મોડાસા, જિ.અરવલ્લી મૂળ રહે. માલપુર, તા.માલપુરે તા.24 ફેબ્રુઆરી 2015 ના રોજ પાસપોર્ટ નં. M6586166 થી કઢાવી અમેરિકાનો પ્રવાસ કરેલો પરંતુ આ પાસપોર્ટમાં ગાબટની જગ્યાએ ભાભટ થતાં તેઓના ધ્યાને આવતાં પરત આવી પાસપોર્ટમાં સુધારો કરવા અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસમાં રજૂઆત કરતાં પાસપોર્ટની ખરાઇ કરવા ગાબટ પંચાયતમાં મોકલતાં હાલના તલાટી કમ મંત્રીએ આ દાખલો ખોટો હોવાનું અને સને. 1952 થી જન્મ પ્રમાણપત્ર ગાબટ પંચાયતની કચેરીએ ન હોવાનું તેઓએ લખી મોકલતો પાસપોર્ટ કચેરી દ્વારા તેમને તા. 10 જુલાઈ 2020 થી સુધારેલ પાસપોર્ટ નં. U4497269 નો આપ્યો હતો. તે પાસપોર્ટ જમા લઇ કાયદેસર કરવા જણાવ્યું હતું.

જન્મનો દાખલો સ્મિતાબેનના પતિ હસમુખલાલ મણીલાલ શાહે મોડાસા પાસપોર્ટનું કામ કરતાં અનવરભાઇ ઇસ્માઇલભાઇ ટીટોઇયાને આપ્યું હતું. જેથી દાખલો તેમને બનાવીને મહિલાના પતિ હસમુખલાલને આપ્યો હોવાનું તેમજ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની મિલીભગતથી ખોટા રબર સ્ટેમ્પ અને દાખલો બનાવીને દુરઉપયોગ કરવામાં તલાટી કમ મંત્રી નસીમબેન મિર્ઝા એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

આમની સામે ગુનો

  • સ્મિતાબેન હસમુખલાલ મણીલાલ શાહ
  • હસમુખલાલ મણીલાલ શાહ રહે. ગાયત્રીનગર સોસાયટી, સાંઈ મંદિર સામે માલપુર રોડ, મોડાસા
  • ​​​​​​​અનવરભાઇ ઈસ્માઈલભાઈ ટીટોઇયા રહે. મોડાસા
અન્ય સમાચારો પણ છે...