તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગ:મોડાસાના ઈટાડી ગામમાં બળીયાદેવને પાણી ચઢાવવા શોભાયાત્રા કઢાતાં 10 સામે ફરિયાદ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામે રક્ષણ માટે બળીયા દેવને પાણી ચઢાવવા લોકો એકઠા થયા હતા
  • સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થતાં બેન્ડવાજાવાળા સહિત 10ની અટકાયત

મોડાસા તાલુકાના ઇટાડી ગામે કોરોનાની મહામારીમાંથી ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને બાળકો અને અબાલ-વૃદ્ધ સુરક્ષિત રહે તે માટે ગ્રામજનો દ્વારા બળીયાદેવ મહારાજને પાણી ચડાવવા માટે વાજતે ગાજતે ધજા અને પતાકાઓ સાથે શોભાયાત્રા કાઢવામાં આવતાં વિડીયો વાયરલ થતા મોડાસા રૂરલ પોલીસે જાહેરનામાનો ભંગ કરાતા ગામના 10 લોકો સામે ગુનો નોંધીને તેમની અટકાયત કરી હતી. કોરોનામાં ભીડ એકઠી કરાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કોની સામે ગુનો નોંધ્યો
1 ભીખાભાઈ નાના ભાઈ મકવાણા
2 કરણસિંહ મણિલાલ પરમાર
3 ભરતસિંહ પ્રતાપસિંહ પરમાર
4 રણજીતભાઈ ધુળાભાઈ પરમાર
5 મુકેશભાઈ કેશાભાઈ મકવાણા
6 કાળુસિહ અર્જુનસિંહ પરમાર
7 સુરેશભાઈ કમલેશભાઈ ચૌહાણ
8 જશવંતભાઈ સોમાભાઈ મકવાણા
9 સંજયભાઈ નરસિંહભાઇ મકવાણા
10 ભીખાભાઈ કોદરભાઈ રાવળ બેન્ડવાળા

અન્ય સમાચારો પણ છે...