તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસોને રહેમરાહે નોકરી આપવા આવેદન

મોડાસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રહેમરાહે નોકરી માટે કલેકટરને આવેદન આપવામાં આવ્યું. - Divya Bhaskar
રહેમરાહે નોકરી માટે કલેકટરને આવેદન આપવામાં આવ્યું.
  • અરવલ્લી જિલ્લા મોડાસીયા પરગણારોહિત સમાજનું આવેદન

અરવલ્લી જિલ્લાના મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દરેક સમાજના જરૂરિયાતમંદ વારસદારોને રહેમરાહે નોકરી આપવા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં દરેક સમાજના અનેક વ્યક્તિઓ અને કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે અને ઘણા પરિવારોમાંથી ઘરના કમાતા મોભીનું મૃત્યુ થતાં પરિવાર નિરાધાર બની ગયાછે.

અમુક પરિવારમાં તો ખૂબ જ નાની ઉમરમાં મહિલાઓ વિધવા અને નિરાધાર બની ગઇ છે.વળી ક્યાંક નાનાં નાનાં ભૂલકાએ માતા અને પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે. આવકનું નોંધારા બની ગયેલા પરિવારોમાંકોઈ જ સાધન ના રહેતાં આવા પરિવારોની રોજી રોટી છીનવાઈ ગઇ છે. આવા ખાસ કિસ્સાઓમાં દરેક સમાજના કોરોનામાં મૃત્યુ પામેલા ગરીબ વ્યક્તિ કે કર્મચારીના વારસદારોને રહેમરાહે નોકરી અપાવવાની રજૂઆત કરાઇ હતી. મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળના પ્રમુખ ડૉ.એચ.કે.સોલંકી અને મંડળના સભ્યો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...