ઓનલાઈન બિડિંગ:મોડાસા RTOમાં નવા નંબરોની જાહેર હરાજી માટેની પ્રક્રિયા શરૂ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 થી 17 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

આરટીઓ કચેરી મોડાસામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો માટે શરૂ થયેલ નવી સીરીઝ GJ.31.P, GJ.31.M અને GJ.31.N 0001 થી 9999 નંબરો માટેની ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા માટે પસંદગી નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોને તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગી નંબર મેળવવા 13 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર સુધી પાયાની રકમ ઓનલાઈન ભરી ઓનલાઈન એપ્લીકેશનમાં અરજી કરવાની રહેશે. 18 સપ્ટેમ્બર થી સવારે 10 થી સાંજે 4 સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ઓનલાઈન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે.

ટુ-વ્હીલર માટે રૂ.2000 અને ફોર વ્હીલર માટે રૂ.8000ના ગુણાંકમાં બિડાણ કરવાની રહેશે. તા.24 ઓગસ્ટ સાંજે 5 કલાકે હરાજીમાં સફળ થયેલ ઉમેદવારને નંબર ફાળવાશે. જેની જાણ નોંધણી વખતે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર કરાશે તેવું આરટીઓ કચેરી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...