કામગીરી:અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં હાઇવે પર પડેલા ખાડા પૂરવાની કામગીરી શરૂ

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા -રાજેન્દ્ર નગર હાઈવે ઉપર પડેલા ખાડા પર ડામરના પેચ કરવાનું શરૂ

અરવલ્લીમાં ચોમાસા દરમિયાન રાજ્યના ધોરીમાર્ગો ઉપર પડેલા ખાડા પૂરવા માટે રજૂઆતો થતાં મોડાસા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના 12 જેટલા રાજ્ય ધોરીમાર્ગો પર પડેલા ખાડા તાત્કાલિક પૂરવા માટે કામગીરી શરૂ કરાઇ છે.અરવલ્લીના મુખ્ય માર્ગો અને 60 કરતાં વધુ ગ્રામ્ય માર્ગો ઉપર ચોમાસામાં ખાડા પડવાનું તેમજ રસ્તા ઉપર ધોવાણ થવાની ફરિયાદો ઉઠી છે.

માર્ગ અને મકાન વિભાગ મોડાસામાં અગ્રણીએ વારંવાર રજૂઆત કરતાં વરસાદે વિરામ લેતાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના 12 એટલે કે મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકાના રાજ્ય ધોરીમાર્ગો ઉપર ડામરના પેચ કરવાની કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી દેવાંગ પટેલે જણાવ્યું કે સૌથી વધુ વાહનોની અવરજવર મોડાસા રાજેન્દ્ર નગર હાઈવે ઉપર હોવાથી ત્યાં કામગીરી ખાડા ઉપર ડામરના પેચ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે સાથે સાથે બાયડ સાઠંબા અને સિક્કા હિંમતનગર તેમજ તેનપુર લીંબ રાજ્ય ધોરીમાર્ગો ઉપર કામગીરી શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...