તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:મોડાસામાં ગાડીઓ પકડવા અને ખંડણી પ્રકરણમાં સાક્ષી બનવા બાબતે અથડામણ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજીરા વિસ્તારમાં ઓફિસમાં તોડફોડ કરી લાકડીઓ વડે સામસામે મારામારી

મોડાસાના હજીરા વિસ્તારમાં રોડ ટ્રાન્સપોર્ટના ગ્રાઉન્ડ પાસે મુંબઈમાં ગાડીઓ પકડવાના મામલે અને અગાઉ ખંડણી પ્રકરણમાં સાક્ષી બનવા બાબતે બે જૂથ વચ્ચે ઓફિસમાં તોડફોડ કર્યા બાદ લાકડી વડે મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા઼ બંને પક્ષે સામસામે 12 લોકો વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

હજીરા રોડ પર ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાસે પાંચ જેટલા શખ્સોને ફારૂક ઉસ્માન ગનીને સુથારને કહેવા લાગ્યા કે અમો તમારી ગાડીઓ મુંબઈમાં પકડાવી નથી તેમ છતાં તમો કેમ અમારું નામ લો છો કહી ઝાકીર ભાઈ તથા ઝુલ્ફીકારે લાકડીઓ વડે ઓફિસના કાચ તોડી નાખી તેમને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇબ્રાહીમભાઇ સુલેમાનભાઈ ગણા અને સિકંદર ભાઈ ઉર્ફે લાલાભાઇ ગણા સલીમભાઈ ઉર્ફે સલામભાઈ સુલેમાનભાઈ ગેના, જાકીરભાઇ હબીબભાઈ ટીટોઇયા ઝુલ્ફીકાર હબીબ ભાઈ ટીટોઇયા મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

મોડાસા ટાઉન પોલીસમાં સામે પક્ષે ઝુલ્ફીકાર હબીબભાઈ ટીટોઇયાએ ફરિયાદમાં જણાવ્યું કે સાત જેટલા શખ્સો હજીરા રોડ ટ્રાન્સપોર્ટ ગ્રાઉન્ડ પાસે આવીને કહેવા લાગ્યા કે તું ખંડણીની ફરિયાદમાં સાક્ષી થયેલ છે તેની અદાવત રાખી તેમણે તેમને ગડદાપાટુનો મારી ઉસ્માનભાઈ ટીટોઇયા તથા ઝુલ્ફીકાર પટેલે લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે મોહસીન સલીમદાદુ શાહનાઝ ઉસ્માન ભાઈ ટીટોઇયા, દાનિશ ઉસ્માનભાઇ ટીટોઇયા, સલીમભાઈ ઈસ્માઈલભાઈ દાદુ ઉસ્માનભાઈ ઈસ્માઈલભાઈ દાદુ ઝાકીર અબ્દુલહુસેન પટેલ અને ઝુલ્ફીકાર ઈસ્માઈલભાઈ દાદુ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...