સુવિધા:અરવલ્લીમાં બાળ લગ્ન અટકાવવા બાળ એકમ સુરક્ષાએ હેલ્પલાઇન નંબર શરૂ કર્યા

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળલગ્નમાં સામેલ લોકોને બે વર્ષ સુધીની સખત કેદ અને 1 લાખ દંડની જોગવાઇ
  • હેલ્પલાઇન નંબર 1098 અથવા જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 100 ઉપર જાણ કરવા અપીલ

અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે હેતુસર કાર્યવાહીના ભાગરૂપે નાગરિકોને ભાગીદારી માટે અપીલ કરી બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ લગ્ન અટકાવવા અભિયાન હાથ ધરી ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અથવા તો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 100 ઉપર તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જણાવ્યું કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે.

બાળલગ્નમાં પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં લાભ લેનાર, સંચાલન કરનાર,બાળલગ્નમાં સામેલ ગોરમહારાજ, રસોઈયા, મંડપવાળા, ફોટોગ્રાફર, બેન્ડ વાજાવાળા,બાળલગ્ન કરાવનાર તમામને અપરાધી ગણાય છે. આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

બાળલગ્ન અટકાવવા અહીં સંપર્ક કરો
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી વિજયભાઈ ચૌધરી મો.૯૪૦૯૬૨૧૯૮૪, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. દિલીપસિંહ બિહોલા મો.૯૮૨૫૯૫૦૫૧૬, સુરક્ષા અધિકારી સંસ્થાકીય અજીતસિંહ રાઠોડ મો.૮૩૪૭૧૮૮૫૭૪, સુરક્ષા અધિકારીબિનસંસ્થાકીય સંભાળઅર્ચનાબેન સુવેરા મો.૯૪૨૮૮૭૭૩૩૭, કાનુની સહ પ્રોબેશન અધિકારી નિલેશકુમાર પરમાર મો.૯૯૦૯૦૫૩૯૧૩, ચાઈલ્ડ હેલ્પલાઈન નં. ૧૦૯૮અને સ્થાનિક પોલીસ અધિકારીને અથવા કંટ્રોલરૂમ નં. ૧૦૦ ઉપર તાત્કાલિક જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...