ક્રાઇમ:ભિલોડાના ઝૂમસર ગામમાં યુવતીની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર

મોડાસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારે બીજી બૈરી લાવવી છે કહી જાહેરમાં આબરૂ લેવાનો પ્રયાસ કર્યો
  • એક્ટિવા​​​​​​​ ઉપર કરિયાણું લેવા જઈ રહેલી યુવતી અને તેની બે બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

ભિલોડાના ઝૂમસરમાં જાહેરમાં યુવતીનો હાથ પકડી મારે બીજી બૈરીની જરૂર છે તેમ કહી તેની આબરૂ લેવાનો પ્રયાસ કરાતાં યુવતીએ ગામના ત્રણ શખ્સો વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.

ભિલોડાના ઝૂમસર છાપરામાં રહેતી 26 વર્ષીય યુવતી અને તેની બે બહેનો સાંજના સમયે એક્ટિવા ઉપર દુકાનમાં કરિયાણું લેવા માટે જતી હતી. તે દરમિયાન રસ્તામાં અગાઉથી ફોરવીલર નંબર જીજે નાઈન બીબી ૪૮ ૪૮ લઈને ઉભેલા ગામના ભરત પાંડોરે યુવતીની એક્ટિવા ઉભી રખાવી જાહેરમાં હાથ પકડીને કહેવા લાગ્યો હતો કે મારે બીજી બૈરીની જરૂર છે કહી તેની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં તેમજ તેની સાથે રહેલા અન્ય બે શખ્શોએ યુવતી અને તેની બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરતભાઈ જીવાભાઈ પાંડોર, પાંડવ સંદીપભાઈ જીવાભાઇ તેમજ પાંડવ મહેશભાઈ ધીરુભાઈ તમામ રહે. ઝમસર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...