ભિલોડામાં આવેલી વિપુલ સેલ્સ એજન્સી નામની દુકાનનું શટર બેન્ડ કરીને તસ્કર ટોળકી કેમેરાની તોડફોડ કરી અંદર કાઉન્ટરમાં રહેલી રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓ સહિત રૂ.1.80 લાખની મત્તાની ચોરી કરીને દુકાનમાં રહેલા ફ્રીજમાંથી આઈસક્રીમ અને શીખંડ પણ ઉઠાવી ગઇ હતી.
ભિલોડામાં વિપુલ સેલ્સ એજન્સી નામની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરીને ચોર ટોળકીએ દુકાનની આગળનું શટર ઊંચું કરીને તેને બેન્ડ કરીને ગેરકાયદે દુકાનમાં પ્રવેશ કરીને દુકાનના કાઉન્ટરનું લોક તોડીને અંદર રહેલી રોકડ 12000 તેમજ અમૂલ ઘી કિં.62840, તેમજ ટેલિફોન બીડીનું કાર્ટુન તથા અન્ય બીડીના પેકેટ સહિત રૂ. 31 880 તથા ફ્રીજમાં મૂકેલ શિખંડ અને આશકી ના ડબ્બા રૂપિયા 2000 સહિત કુલ રૂપિયા 1,08,720 ની મત્તાની ચોરી કરીને દુકાનમાં લગાવેલો સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી તસ્કર ટોળકી પલાયન થઈ જતાં વેપારી વિપુલકુમાર રતનલાલ રહે. શ્રીનાથ સોસાયટી ભિલોડાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.