આદેશ:અરવલ્લીમાં પં.નીચૂંટણીમાં આજે સાંજે 6:00 થી પ્રચાર પડઘમ શાંત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 ડિસેમ્બરના રોજ સાંજના 6 કલાકથી ચૂંટણી પ્રચાર બંધ કરવા આદેશ

અરવલ્લી જિલ્લામાં 224 સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયત ચૂંટણી મતદાન તા. ૧૯ ડિસેમ્બર રોજ યોજાનાર છે. ગ્રામ પંચાયત ચુંટણીની જાહેર કરેલ આદર્શ આચારસંહિતા ના ભાગરૂપે મતદાન પુરી થવા માટે નિયત કરેલ સમય સાથે પુરાં થતા ૪૮ કલાકના સમયગાળામાં ચુંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઇ છે. જે મુજબ અરવલ્લી જિલ્લાના મતદાન વિસ્તારમાં તા.૧૭ ડિસેમ્બર ના રોજ સાંજના ૬.કલાકથી ચુંટણી પ્રચાર બંધ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર દ્વારા આદેશ કરાયા છે

ચુંટણી પ્રચાર દરમ્યાન અરવલ્લી જિલ્લાના ગ્રામ પંચાયત ચુંટણીના મતદાન વિસ્તારોમાં જે તે મતદાન વિસ્તાર બહારના આવેલ હોય તે પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચુંટણી પ્રચારકો વિગેરે પ્રચારના અંત એટલે કે તા.૧૭ ડિસેમ્બરે સાંજના ૬. વાગ્યાથી તાત્કાલીક ધોરણે મતદાન વિસ્તાર છોડી જતા રહેવાનું રહેશે, આ જાહેરનામાની અમલવારી સિનિશ્ચિત કરવા અરવલ્લી જિલ્લાના પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ તથા તાલુકા મથકના અધિકારીઓએ સાર્વજનીક સભા ખંડો, હોટલો, રેસ્ટોરન્ટો, વીશી અને અતિથીગૃહોની ધનિષ્ટ તપાસણી કરાવી તથા મતદાન વિસ્તારની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવર-જવર ઉપર દેખરેખ અને તપાસ રાખી, ચુંટણી પ્રચાર અર્થે બહારથી આવતા જોઇ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવી. તેમજ મતદાન પુરૂ થવાના સમયની તુરંત પહેલાના ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર માટે ઘર ઘરની મુલાકાત દરમ્યાન એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓને જવાની મંજુૂરી આપવમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...