તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સિમેન્ટ-સ્ટીલના ભાવ વધારાના વિરોધમાં બિલ્ડરોએ અેક દિવસ માટે કામ બંધ રાખ્યું

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રેડાઈ બિલ્ડર્સ એસો.દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
ક્રેડાઈ બિલ્ડર્સ એસો.દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું હતું.
  • અરવલ્લી જિલ્લા બિલ્ડર્સ એસો. દ્વારા આવેદન

અરવલ્લી જિલ્લા બિલ્ડર્સ એસો. દ્વારા સિમેન્ટ અને બિલ્ડીંગ મટિરીયલ્સ ના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું હતું. તદઉપરાંત બિલ્ડર એસો. દ્વારા એક દિવસ માટે બાંધકામ બંધ રાખીને ભાવ વધારાનો સખ્ત વિરોધ નોંધાવ્યો હતોજિલ્લા ક્રેડાઇ બિલ્ડર્સ એસો. દ્વારા સ્ટીલ સિમેન્ટ ડામર ડિઝલ તથા અન્ય બિલ્ડીંગ મટિરીયલ્સ ના ભાવમાં કંપનીઓ દ્વારા અસહ્ય વધારો કરતાં જિલ્લા એસો.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, હરેશભાઇ પટેલ, નિકુલભાઇ પટેલ અને મોડાસા એસો.ના પ્રમુખ દિલીપભાઈ પટેલ દ્વારા કલેક્ટરને ભાવ વધારા મુદ્દે આવેદન આપ્યું હતું.

જેમાં જણાવાયું હતું કે સિમેન્ટ સ્ટીલ સિમેન્ટ મેન્યુફેક્ચર્સ દ્વારા કોટલ કરી બાંધકામ ઉદ્યોગને બાનમાં લેવાનો પ્રયાસ થયો છે. મહામારી માં બાંધકામ કામગીરી ધીમે ધીમે હવે સામાન્ય થવા જઈ રહી છે. ત્યારે સિમેન્ટ સ્ટીલ કંપની દ્વારા કોઈપણ જાતના કારણ વગર અચાનક અસહ્ય ભાવવધારો કર્યો છે. તદુઉપરાંત અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્યમાં મોંઘા ભાવે સિમેન્ટ મળી રહ્યો છે.તેથી સરકાર દ્વારા સેક્ટરના નિયમ પ્રમાણે અલગ રેગ્યુલેટરીની રચના કરવા બિલ્ડર્સ એસો.એ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો