તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જિલ્લા પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણી દરમિયાન જિલ્લામાં ગેરકાયદે માદક દ્રવ્યોની અને વિદેશી દારૂની હેરાફેરી ન થાય તે માટે રાજસ્થાન સરહદથી ગુજરાતમાં પ્રવેશતા તમામ રસ્તા પર વાહન ચેકિંગ કામગીરી સઘન બનાવી છે. તદુઉપરાંત જિલ્લામાં પીધેલાઓને પકડવા માટે ત્રણ પોલીસની સ્પેશિયલ ટીમો બનાવાઇ છે. મોડાસા શામળાજી અને મેઘરજ ખાતે જુદી-જુદી પોલીસ વાન ફાળવી હોવાનું ડીવાયએસપી ભરત બસીયાએ જણાવ્યું હતું.
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આ વર્ષે કોરોનાના કારણે બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ નહીં થાય તેમ ડીવાયએસપીએ જણાવ્યું હતું. પોલીસ પીધેલાઓનું મોઢું પણ સૂંઘી શકશે નહીં તેઓ પરિપત્ર સરકારે કર્યો છે. એલસીબી એસ.ઓ.જી અને પેરોલ ફ્લો સ્કવોડ તેમજ સ્પેશિયલ 3 ટીમોની રચના કરાઇ છે. તદુપરાંત પીધેલાઓને પકડીને બેસાડવા મોડાસા ટાઉન મેઘરજ શામળાજી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ વાનની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.