મોડાસાના સાકરીયા પાસે સાકરી નદીના કિનારે સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવના દર્શન માટે શ્રાવણ માસની શરૂઆતથી જ ભક્તો આવવા લાગ્યો છે. નવમી સદીના મનાતા રુદ્રાક્ષ આકારના આ શિવલિંગમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓમકાર સ્વરૂપે બિરાજમાન હોવાથી શ્રાવણમાં પૂજન અર્ચન નું અનેરું મહત્વ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રૂદ્રાભિષેક તેમજ 121 અભિષેક નું પણ આયોજન કરાયું છે.
મંદિરનો ઇતિહાસ : શિવાલય પરિસરના ઈશાન ખૂણામાં બનાવાયું છે
આ શિવ મંદિરનો ઇતિહાસ જણાવતાં ટ્રસ્ટી જોગેન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે વર્ષો પહેલા આ સ્થાન પર એક લીમડાનું ઝાડ હતું અને આ લીમડામાં એક ડાળ સાકર જેવી મીઠી હતી. જેથી ગ્રામજનોને આશ્ચર્ય વચ્ચે આ સ્થાને કોઈ દેવી-દેવતાનો વાસ હોવાની માન્યતાના આધારે સામૂહિક સહયોગથી ખોદકામ કરતાં પૌરાણિક શિવલિંગ મળ્યું હતું.
શિવલિંગ રુદ્રાક્ષ આકાર ધરાવતું હોવાનું અને તેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓમકાર સ્વરૂપે બિરાજમાન હોવાથી અહીંયા નાથ સંપ્રદાય દ્વારા શિવાલયની સ્થાપના કરાઇ હોવાનું મનાઈ રહ્યું છે. તદઉપરાંત નાથ સંપ્રદાયના ગોરખનાથજી દ્વારા અહીંયા પૂજન-અર્ચન કરાતું હોવાનું મનાઈ રહ્યું છે.
આ શિવ મંદિર શાસ્ત્ર અનુસાર છે શિવજીનું સ્થાન હંમેશા ઈશાન ખૂણામાં હોય એ અનુસાર આ શિવાલય મંદિર પરિસરના ઈશાન ખૂણામાં બનાવાયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.