તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:માલપુરના વાંકાનેડામાં વાત્રક નદી ઉપર બનાવેલા પુલના બંને છેડે કામગીરીમાં વેઠ વાળી હોવાની બૂમ

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રોટેક્શન વોલ ની કામગીરી અને માટીકામ તેમજ પથ્થર પીચિંગ અને ટચિંગ ની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી - Divya Bhaskar
પ્રોટેક્શન વોલ ની કામગીરી અને માટીકામ તેમજ પથ્થર પીચિંગ અને ટચિંગ ની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી
 • પ્રોટેક્શન વોલ અને પીચિંગની કામગીરી અને એપ્રોચ રોડ પર કરાયેલી કામગીરીમાં વેઠ ઉતારી હોવાની ગ્રામજનોની ફરિયાદ

અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવતા બાંધકામમાં તંત્રની મિલિભગતથી કામોમાં વેઠ ઉતારાતી હોવાની બૂમ ઉઠી છે. માલપુર તાલુકાના વાંકાનેડા પાસેથી પસાર થતી વાત્રક નદી પર કરોડો રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ પુલના બંને છેડે પ્રોટેક્શન વોલ અને પીચિંગની કામગીરી અને એપ્રોચ રોડ પર કરાયેલી કામગીરી બાંધકામ વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે વેઠ ઉતારાઇ હોવાની ગ્રામજનોમાં ફરિયાદ ઉઠી છે.વાત્રક નદી પર પુલ બનાવવા માટે સરકારે પાંચ વર્ષ અગાઉ રૂ. 16 કરોડ કરતાં વધુ નાણા તત્કાલિન ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રયાસોથી બાંધકામ માટે મંજૂર કર્યા હતા.

ત્યારબાદ ખાનગી એજન્સીને પુલનું બાંધકામ સોંપવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી મંથરગતિએ ચાલતી આ કામગીરી માંડ પૂર્ણ થાય છે ત્યારે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ મોડાસાના જવાબદાર અધિકારી અને એસ ઓ દ્વારા પુલના નિર્માણની કામગીરીમાં બેદરકારી દાખવતાં અથવા તો ખાનગી એજન્સી સાથેની મિલીભગતના કારણે પુલના બંને છેડાના ભાગે કરવામાં આવેલી પ્રોટેક્શન વોલ ની કામગીરી અને માટીકામ તેમજ પથ્થર પીચિંગ અને ટચિંગ ની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની બૂમ ઉઠી છે. બંને સાઇડ ના એપ્રોચ રોડની ડામર કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાથી ગ્રામજનોએ નાયબ મુખ્ય મંત્રીને રજૂઆત કરવા તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો