રક્તદાન:પોલીસ શહીદદિને અરવલ્લીમાં 5 જગ્યાએ રક્તદાન કેમ્પ યોજાશે

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા તા. 21 ઓક્ટોબર અને ગુરુવારે પોલીસ શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલી આપવાના ભાગરૂપે જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં અને સંસ્થાઓમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા કરાયું છે.

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા તા. 21 ઓક્ટોબરને પોલીસ શહીદ દિન નિમિત્તે રક્તદાન મહાદાન યજ્ઞનું આયોજન કરાયું છે. બ્લડ ડોનેટ કરી શહીદોને શ્રદ્ધાંજલી આપવા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને જાહેર જનતાને પોલીસ શહીદ દિને પોલીસ વડા દ્વારા અપીલ કરાઇ છે.

મોડાસા બાયપાસ ઉપર આવેલી ન્યૂ લીપ સ્કૂલમાં અને બાયડ પોલીસ સ્ટેશનમાં તેમજ માલપુર ગ્રામ પંચાયતના હોલમાં અને ભિલોડા પોલીસ સ્ટેશનમાં તેમજ ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરવલ્લી જિલ્લા પોલીસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...