દુર્ઘટના:બાયડ નજીક વરાશી નદીના પુલ પર વાહનની ટક્કરે બાઇકસવારનું મોત

બાયડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક શખ્સ ઘાયલ, બાયડ-કપડવંજ હાઇવે પર ટ્રાફિકજામ

બાયડમાં બપોરે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતને લઈ બાયડ-કપડવંજ હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો બાયડ પોલીસ સ્ટેશનથી મળેલી વિગતો અનુસાર બાયડના વાડીનાથના મુવાડાના ભીમસિંહ ઝાલા તથા મુકેશસિંહ તેમની બાઇક નંબર જીજે 31 પી 0589 લઈ બાયડ તરફ આવતા હતા. તે વખતે બાયડ નજીક વરાશી નદીના પુલ ઉપર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બાઈક સવાર મુકેશસિંહનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ભીમસિંહને ઈજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...