તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શામળાજીના દેવનીમોરી નજીક ડમ્પરની ટક્કરે બાઇકચાલકનું મોત

મોડાસા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદના નરોડાથી યુવક શામળાજી દર્શને આવ્યો હતો

અમદાવાદના નરોડાથી શામળાજી દર્શનાે આવેલા 37 વર્ષીય યુવાન પર વહેલી સવારે શામળાજી પાસેના દેવનીમોરી પાસે બાઇકચાલક પર ડમ્પરના ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે મોત થયું હતું. મોડી સાંજે મૃતકનું પીએમ કરાવી લાશ ઘરે લઈ જવા તજવીજ હાથ ધરી હતી.

નરોડામાં રહેતા અને છુટક શાકભાજી વેચવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરતા રતનભાઇ શંકરભાઈ (37) ગુરુવારે શામળાજી દર્શનાર્થે આવ્યા હતા. બાદમાં તેઓ સવારે દેવનીમોરી પાસેથી બાઇક નંબર જીજે 27 બીઅચે 6715 લઈને પસાર થઈ થતા હતા ત્યારે સામેથી આવતા ડમ્પર નંબર જીજે 9 ઝેડ 7274ના ચાલકે બાઇકને ટક્કર મારતાં ઘટનાસ્થળે રતનભાઇનું મોત થયું હતું. અકસ્માત થતાં ડમ્પર ચાલક વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો. મૃતકના ભાઈ શંકરભાઈ નાનચંદ ભાઈ ગુમાને શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઈ શંકરભાઈ એ જણાવ્યું કે મારો ભાઈ શામળાજી મંદિર દર્શનાથે આવ્યો હતો અને તે છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાત ચલાવતો હતો તેને સંતાનમાં બે બાળકોમાં દીકરો અને દીકરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો