ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા કોરોનામાં સપડાયા બાદ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. તેમનાં ફેફસાં કામ ન કરતાં તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ ખસેડાયા હતા. જ્યાં તેમને ECMO ટેકનિકથી સારવાર આપવાની હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
જિલ્લામાં 4 ટર્મ થી ભિલોડા વિધાનસભા બેઠક ઉપર બહુમતીથી કોંગ્રેસમાંથી ચૂંટાઇ આવનાર અને પૂર્વ આરોગ્ય મંત્રી અનિલ જોષીયારા અને તેમના પત્ની જાન્યુઆરીમાં કોરોનામાં સપડાતાં તેઓ ગાંધીનગર હોમક્વોરન્ટાઇ થઇ સારવાર લઇ રહ્યા હતા.
પરંતુ ધારાસભ્યની તબિયતમાં સુધારો ન જણાતાં તેમને અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. દસ દિવસથી તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા તેમને ફેફસાંની સારવાર અર્થે ચેન્નાઈના ફેફસાંના સુપર સ્પેશિયાલિસ્ટ પાસે સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હોવાનું અને ત્યાં ECMO ટેકનિકથી સારવાર કરવાની હોવાનું જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયદ્રત સિંહે જણાવ્યું હતું.
અરવલ્લીમાં નવા 21 કેસ ગુરૂવારે નોંધાયા
અરવલ્લી જિલ્લામાં ગુરુવારે કોરોના પોઝિટિવના વધુ 21 દર્દી નોંધાયા હતા. માલપુરમાં 4 મેઘરજમાં 2 ભિલોડા 13 અને મોડાસામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 441 પહોંચી છે. ભિલોડાના નારસોલીમાં અને તાલુકાના ટોરડા 2 7 વર્ષીય બાળકો સહિત 10 મહિલાઓ અને 11 પુરુષ પોઝિટિવ નોંધાયા હતા.
ઉત્તરગુજરાત કોરોના મીટર
જિલ્લો | આજના કેેસ | રજા | મોત | એક્ટિવ |
મહેસાણા | 96 | 394 | 1 | 77 |
પાટણ | 51 | 128 | 0 | 331 |
બનાસકાંઠા | 90 | 106 | 1 | 713 |
સાબરકાંઠા | 78 | 69 | 78 | 198 |
અરવલ્લી | 21 | 17 | 0 | 113 |
કુલ | 336 | 714 | 2 | 1432 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.