તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 ગુનાનો ભેદ ઉકેલાયો:ઘરફોડ અને વાહનચોરીના પાંચ ગુનામાં ફરાર ભિલોડાનો ખૂંખાર આરોપી પકડાયો

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યાના ગુનાનો આરોપી જામીન પર આવી ફરાર થયો હતો

અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડ શામળાજી પંથકમાં નાસતા ફરતા આરોપીઓની વોચમાં હતી. તે દરમિયાન ધનસુરામાં 1 ભિલોડામાં 2 અને અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો ભિલોડાના નાનાસામેરાનો મગન ઉર્ફ મગનભાઈ ખાતુભાઈ ખરાડી મેશ્વો ડેમ નદીના કિનારા પાસે ખેતરમાં સંતાયો હોવાની માહિતીના આધારે પોલીસે કોર્ડન કરી પકડી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ ત્રણ વર્ષમાં અન્ય ત્રણ શખ્સોને સાથે રાખીને ચોરીના વધુ 8 ગુના આચર્યાની કબૂલાત કરી હતી.

વધુ આ આઠ ગુનાનો ભેદ ઉકેલાયો
-મગન ખરાડી અને અમીન બાદશાહ ભિલોડા ધોલવાણી પાસેથી ઍલઇડી ટીવીની ચોરી કરી, - ભિલોડામાં મકરોડા નજીક ગ્રીન પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરીને અંજામ આપ્યો, -મોડાસામાં ધનસુરા રોડ ઉપર બંધ મકાનમાં ચોરીની કબૂલાત, -ઉપરોક્ત બંને આરોપીઓએ માગળા પાસેથી બાઇકની ચોરી કરી, -મગન ખરાડી અને શાંતિલાલ બદા ભાઈ કલાસવા અને પ્રભુજી બધા ભાઈ કલાસવા રહે. કણબાઈ કાકરા ડુંગરા જિ. ઉદયપુર સાથે મળીને શામળાજી ધમ્બોલીયામાં મંદિર પાસેના બંધ મકાનમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી, -ત્રણેય આરોપીઓએ ભિલોડાના રીંટોડામાંથી બાઇક ચોરી, - ત્રણેય આરોપીઓએ મેઘરજના ઈસરી રેલાવાડા રોડ ઉપરથી બાઈકની ચોરી. - આરોપીઓએ મેઘરજ બોરખાડ નજીક પંચાલ જીવન વિકાસ હાઇસ્કૂલમાંથી કોમ્પ્યુટરની ચોરીને અંજામ આપ્યો

મગન ખરાડી હત્યાના ગુનામાં જામીન પર આવ્યો હતો
મગન ખરાડીને શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2008 માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થઈ હતી. દરમિયાન વચગાળાના જામીન ઉપર આવી રજા ઉપરથી ફરાર થઈ ઉપરોક્ત ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી

અન્ય સમાચારો પણ છે...