તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોડાસામાંથી કારમાંથી બેગની ઉઠાંતરી, નેત્રમ શાખાએ કલાકોમાં બેગ શોધી કાઢી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નેત્રમ.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ અરવલ્લીની મદદથી ઉઠાંતરી કરેલ બેગ તથા કિંમતી દસ્તાવેજો બેગ માલિકને પરત કરાયા હતા. માલપુર તાલુકાના હરીપુરા કંપા ખાતે રહેતા પટેલ હાર્દિકકુમાર નટવરલાલ કામ અર્થે પોતાની કારમાં મોડાસા આવ્યા હતા તેમની કાર મેઘરજ રોડ પર ઉભી રાખી જરૂરી સામાન ખરીદવા ગયા હતા. ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ગાડીનો દરવાજો ખોલી બેગની ઉઠાંતરી કરી નાસી ગયા હતા. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા ટાઉન પોલીસ દ્વારા નેત્રમ અરવલ્લીને જાણ કરાઇ હતી.

આ અંગે નેત્રમ પો.સ.ઇ જે.એચ.ચૌધરી દ્વારા હાજર સ્ટાફના માણસોને સી.સી.ટી.વી સર્વેલન્સ થકી નેત્રમ શાખાના કર્મચારીઓ દ્વારા શહેરમાં લગાવેલ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતાં અજાણ્યા શખ્સો બેગ લઇ ચાર રસ્તાથી જુના બસ સ્ટેશન તરફ જતા હોવાનું માલૂમ પડ્યું હતું માહીતીને આધારે પોલીસ કર્મચારી નિર્મલકુમાર અમૃતભાઇ શર્મા અરજદાર સાથે જુના બસ સ્ટેશન ખાતે જઇને તપાસ કરતા અજાણ્યા શખ્શો બેગ જુના બસ સ્ટેશન પાસે ફેંકીને જતા રહ્યા હતા. બેગ તમામ ડોક્યુમેન્ટ સહિત દસ્તાવેજી પુરાવા સાથે મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...