પોલીસને પડકાર:ટીંટોઇમાં એક મકાનમાંથી 32 હજારની ચોરી એક જ સપ્તાહમાં 10 જગ્યાએ ચોરીનો પ્રયાસ

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના ટીંટોઇમાં એક જ રાતમાં 4 મકાનનાં તાળાં તૂટ્યા

મોડાસાના ટીંટોઈમાં ચોરોએ તરખાટ મચાવતાં એક જ રાત્રિમાં 4 મકાનને નિશાન બનાવી ને એક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.32 હજારની મત્તાની ચોરીને અંજામ આપી પોલીસને ચેલેન્જ કરી હતી. ટીંટોઈ માં એક જ સપ્તાહમાં ચોરીના ઉપરાછાપરી દસ કરતાં વધુ જગ્યાએ ચોરીનો પ્રયાસ કરતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે.

ટીંટોઇમાં ચોરોએ સુથારફળીમાં ત્રણ મકાનોને નિશાન બનાવીને ચોરીનો પ્રયાસ કર્યો હતો તદુપરાંત પટેલફળીમાં હિતેન્દ્રભાઈ પટેલના મકાનમાં ઘૂસી ચીજવસ્તુઓ રફેદફે કરી ને તિજોરીમાં રહેલી રોકડ 20,000, સોનાની બુટ્ટી કિં. 12000 સહિત કુલ 32 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.આ અંગે હિતેન્દ્રભાઈ પટેલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

પૂર્વ મંત્રીએ ટીંટોઈનો પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનનો સમાવેશ કર્યો હતો, પણ મળ્યું નથી
ટીંટોઈ ગામજનો અને સામાજિક કાર્યકરોની માગણીને ધ્યાનમાં રાખીને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટીંટોઈ આઉટ પોસ્ટને પીઆઇ કક્ષાનું પોલીસ સ્ટેશન ફાળવ્યું હોવાનું મોડાસામાં જાહેર કર્યું હતું પરંતુ 8 માસ વિતવા છતાં પીઆઇ કક્ષાનું હંગામી ધોરણે પોલીસ સ્ટેશન શરૂ ન કરાતાં ગ્રામજનો કાગડોળે પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશન ની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...