તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મોડાસામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ટ્રક નીચે કચડવાનો પ્રયાસ, ટ્રક ચાલક અને માલિક સામે ફરિયાદ

ખલીકપુર(મોડાસા)23 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોડાસા બાયપાસ પર ખાણખનીજ ના અધિકારી અને ગાડીના માલિક વચ્ચે મોડી રાત્રે ઓવરલોડ ખનીજ મામલે બોલચાલી થવા પામી હતી - Divya Bhaskar
મોડાસા બાયપાસ પર ખાણખનીજ ના અધિકારી અને ગાડીના માલિક વચ્ચે મોડી રાત્રે ઓવરલોડ ખનીજ મામલે બોલચાલી થવા પામી હતી
 • મારી ગાડી પકડવાની કોઈ અધિકારીની તાકાત નથી હું ડોન છું મારી ગાડી પકડશો તો મજા નહીં આવે તેવી ધમકી ખનીજ માફિયા ભાવેશ કલાલે ઉચ્ચારી

બે દિવસ અગાઉ મોડી સાંજે મોડાસા બાયપાસ પર અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરે ટ્રક રોકતાં ટ્રક નીચે કચડવાનો પ્રયાસ કરતાં અને ધમકી આપતાં ટ્રકચાલક અને ટ્રકમાલિક બે સામે ફરિયાદ નોંધાઇ છે. ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

2 જાન્યુઆરી સાંજે ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટર ધવલ સતપૂત ખનીજ અધિકારી મન ચૌધરી સાથે મોડાસા બાયપાસ પર ચેકિંગ કરતા હતા અને તે દરમિયાન ટ્રક નંબર જીજે 31 ટી 7350 આવતાં તેને રોકી રોયલ્ટી પાસ વજન કાંટા પાવતી માંગતા ટ્રક ડ્રાઇવર કમલે 24 ટન માલ રેતી ભર્યાનો પાસ રજૂ કર્યો હતો.

જેથી અધિકારીઓને ટ્રકમાં વધુ રેતી હોવાનું વહેમ પડતાં ટ્રકના વજન કાંટાની પાવતી માંગતા આપી ન હતી. દરમિયાન ટ્રક માલિક ભાવેશ કલાલ ઘટનાસ્થળે આવી જઇ અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક કરી અધિકારીઓને ધક્કામૂક્કી કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસમાં ભાવેશ કલાલ અને કમલેશ બંને રહે. સીમલવાડા જિ.ડુંગરપુર વિરુદ્ધ કલમ 379, 344 186 188 503 506 2 હેઠળ ગુનો નોંધ્યો છે.

ધવલ સતપૂતે વધુમાં જણાવ્યું છે કે તેઓએ એક તબક્કે અધિકારીનો હાથ પકડી ટ્રક નીચે નાખવાનો પ્રયત્ન કરી ટ્રક લઈ ભાગી છૂટ્યો હતો. ટ્રક માલિક ભાવેશ કલાલે તેની ગાડી સરકારી ગાડી વચ્ચે મૂકી અધિકારીઓને આગળ જતા અટકાવી ધમકી આપી કે મારી ગાડી પકડવાની કોઇ અધિકારીની તાકાત નથી હું ડોન છું મારી ગાડી પકડશો તો મજા નહીં આવેની ધમકી પણ આપી હતી.

માફિયાઓના સો.મિડીયા પર ગૃપ ચાલે છે
રોયલ્ટી ચોરી કરનાર ખનીજ માફિયાઓ ચેતવણી આપવા અધિકારીઓ ક્યાં છે ચેકિંગ કરે છે તે માટે જુદા જુદા વોટ્સએપ ગ્રુપ ચલાવે છે. તેમાં ગિરિમાળા અરવલ્લી એસ.કે ડોન જેવા ગૃપ છે અને ભાવેશ કલાલ આ બનાવ બન્યા પછી તેનો વિડીયો પણ આ ગ્રુપ મારફતે શેર કરવાનું બહાર આવ્યું છે.

ભાવેશ કલાલે અધિકારીને બેફામ ગાળો આપી
અધિકારીઓને ગાડી રોકી ભાવેશ કલાલે અધિકારીઓને તું તારી કરી બેફામ ગાળો આપી હતી. જે પણ વીડિયોમાં સ્પષ્ટ સંભળાય છે અને ગાડી રોકી તો જોવા જેવી થશે તેવું પણ સ્પષ્ટ દેખાય છે અને સંભળાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો