હુમલો:માલપુર અંધારીવાડીમાં ઝઘડામાં ધારિયા વડે ત્રણ શખ્સો પર હુમલો

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારા ભાઈ અને ભાણીયા જોડે ઝઘડો કરો છો કહેતાં મામલો બિચક્યો
  • માલપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

માલપુરના અંધારીવાડી વિસ્તારમાં રાત્રે ઝઘડા દરમિયાન પડોશી કહેવા જતા તેના અને તેના ભાઈ તેમજ ભાણીયા ઉપર ધારિયા વડે હુમલાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઝઘડામાં ધારિયાના હાથાના કારણે ત્રણ જેટલા શખ્સોને ઈજાઓ પહોંચતાં માલપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

માલપુરના અંધારીવાડીમાં રહેતા ઈમ્તિયાઝ ભાઈ ફકીર રાત્રિ દરમિયાન જમી-પરવારીને આરામ ફરમાવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 11: 30 કલાકે ઘરની બહાર ઝઘડો થતાં તેઓ બે પડોશી શખ્સોને કહેવા લાગ્યા હતા કે તમો મારા ભાઈ અને ભાણીયા સાથે ઝઘડો કરો છો એવું કહેતા યુસુફમિયાં શેખ ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી ઘરમાંથી ધારિયું લઈને દોડી આવ્યો હતો. આ ઝઘડામાં ત્રણ જેટલા શખ્સોને ધારિયાથી ઈજાઓ પહોંચતાં ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ ફકીરે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુસુફમિયાં કાલુમિયાં શેખ અને આસિફમિયાં યુસુફમિયાં શેખ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...