તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:19 જેટલા ગંભીર ગુના આચરનાર ચાઇનાનો સાગરિત છોટીયો ઝબ્બે

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી અને સાબરકાંઠામાં તરખાટ મચાવ્યો હતો

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 19 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા નૈનેશ ઉર્ફે ચાઇનાના સાગરિત જગદીશ ઉર્ફે છોટીયાને શામળાજી પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો છે. પોકેટ કોપ ની મદદથી પોલીસે ગુનાહિત ઈતિહાસ ચકાસતા ઉપરોક્ત આરોપીએ નૈનેશ ઉર્ફે ચાઇના સાથે મળીને બંને જિલ્લાઓમાં ગંભીર ગુના માં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આર્મ્સ એક્ટરના લૂંટ ઘરફોડ અને મારા મારી જેવા ગંભીર ગુના આચરતા થોડા સમય અગાઉ અરવલ્લી પોલીસે નૈનેશ ઉર્ફે ચાઇનાને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો છે.

જોકે બંને જિલ્લામાં ગંભીર ગુના આચરવા ચાઇનાનો સાગરિત જગદીશ ઉર્ફે છોટીયો ઉર્ફે મોરી જયંતીભાઈ અસારી ચોક્કસ જગ્યાએ આવવાનો હોવાની માહિતીના આધારે શામળાજી પી.એસ.આઈ એ.આર.પટેલ અને સ્ટાફે વોચ ગોઠવીને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે પોકેટકોપની મદદથી ઉપરોક્ત આરોપીનો ગુનાહિત ઈતિહાસ ચકાસતાં તેણે ચાઇના સાથે મળીને 19 જેટલા ગંભીર ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...