અરવલ્લી રિઝલ્ટ:અરવલ્લી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી; મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટીને 9 બેઠક મળી

અરવલ્લીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2015ની અરવલ્લીની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 18 અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી
  • ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાની હાર

અરવલ્લી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ભાજપે કબજે કરી છે. જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો મોડાસા અને બાયડ નગરપાલિકા પણ કબજે કરી સમગ્ર જિલ્લાને ભગવા રંગે રંગાય ગયું છે. અરવલ્લી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. તો માલપુર, મોડાસા તાલુકા પંચાયત પણ ભાજપ ફાળે ગઈ છે. જયારે મોડાસા અને બાયડ નગર પાલિકામાં પણ ભગવો લહેરાયો છે.

મોડાસા નગર પાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસની હાર વચ્ચે રાજીનામાનો દોર શરૂ થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ હુસેન ઇપ્રોલિયા રાજીનામુ આપ્યું છે. હારની જવાબદારી સ્વીકારી, સોશિયલ મીડિયા પર પૉસ્ટ મુકી સોશિયલ મીડિયા પર રાજીનામા અંગે જણાવ્યું છે.અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટી AIMIMએ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ત્રણ અને AIMIMના 1 ઉમેદવારની જીત થઈ છે. 36માંથી ભાજપને 19, કોંગ્રેસને 4 અને AIMIM 1 પર જીત હાંસલ કરી છે.મોડાસા પાલિકામાં AIMIMને 9 બેઠકો મળી ઓવૈસીની પાર્ટીને 12માંથી 09 ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસ પાસેથી પાલિકાનું વિપક્ષ પદ છીનવાયુ છે. મોડાસાના રાજકારણમાં AIMIMની જોરદાર એન્ટ્રી થઈ છે.

અરવલ્લીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્રની હાર થઈ છે. ભિલોડા તાલુકા પંચાયતની ઉપસલ બેઠક પરથી કેવલ જોષીયારાની હાર થઈ છે. કેવલ જોષીયારા કોંગ્રેસના ઉમેદવાર હતા.

મોડાસા નગરપાલિકામાં ભાજપ-અપક્ષ વચ્ચે રસાકસી જોવા મળી હતી. મોડાસા નગરપાલિકા વૉર્ડ નંબર 4માં ટાઇ થતાં રી કાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. અપક્ષ ઉમેદવાર અને ભાજપ ઉમેદવાર આશિષ ચૌધરી 5 મતે વિજયી જાહેર થયા હતા. જે બાદ અપક્ષ ઉમેદવારે ફરી મત ગણતરીની માંગણી કરી હતી. રીકાઉન્ટીંગ કરવામાં આવતા ભાજપના ઉમેદવાર ૭ મતે વિજયી થયા છે.

દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની નારાજગી જોવા મળી છે. કોંગ્રેસના ઉમેદવારને કોકાપુર ગામમાંથી 650માંથી માત્ર 11 વોટ મળ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારે દધાલિયા તાલુકા બેઠક પર ફરી ચૂંટણી કરવા માંગ કરી છે. EVMમાં છબરડા થયા હોવાનો ઉમેદવારે આક્ષેપ કર્યો છે. દધલિયા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને પરિવારના 12 મત પણ ના મળ્યા, 626 લોકોએ મતદાન કર્યું અને નીકળ્યાં માત્ર 11 મત. અરવલ્લીની દધાલિયા તાલુકા પંચાયતના મતદાન ને લઈને વિવાદ સર્જાયો છે. દધાલિયા તાલુકા પંચાયતને લઈને કોકપુર ગામમાંથી 626 લોકોએ મતદાન કર્યું હોવાનું કોંગ્રેસના ચૂંટણી એજન્ટે જણાવ્યું છે. સાથે તેઓએ જણાવ્યું કે કોકપુર ગામમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરના 12 સભ્યોએ મતદાન કર્યું હતું અને 188 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પણ મતદાન કર્યું હતું પરંતુ આજે EVMમાં મત ગણતરી દરમિયાન તેમાંથી માત્ર 11 જ મત નીકળ્યા..કોંગ્રેસના કાર્યકર જલદીપ પટેલનો આક્ષેપ છે કોઈ રાજકીય પાર્ટી એ EVMમાં ચેડાં કર્યા છે આ ચૂંટણીમાં આવી કેવી રીતે મત ગાયબ થઈ જાય, ત્યારે તેઓએ માંગ કરી છે કે અરવલ્લી તાલુકા પંચાયતની ચૂંટણી રદ થવી જોઈએ અને ફરીથી બેલેટ પેપર પર ચૂંટણી થવી જોઈએ. તેઓ એ વધુમાં જણાવ્યું કે આ ગડબડીમાં ચૂંટણી અધિકારીઓની પણ મિલીભગત હોઈ શકે છે આની તપાસ કલેક્ટરે કરાવવી જોઈએ.

મોડાસામાં વિજય સરઘસના કારણે હાઇવે પર 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. મોડાસા બાયપાસ પર આવેલા મતગણતરી કેન્દ્ર પર લોકોનો જમાવડો થયો.બાયપાસ હાઇવે પર 5-6 ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો જીતની ઉજવણી કરી રહ્યા છે. જેને પગલે હાઇવે પરથી પસાર થતા સામાન્ય લોકોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે. પોલીસ પણ આ ટ્રાફિકને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કાર્યકતોની સંખ્યા વધારે હોવાના કારણે પોલીસ પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવી શકી ન હતી.

હાઇવે પર 5-6 ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો જીતની ઉજવણી કરી રહ્યા છે. જેને પગલે હાઇવે પરથી પસાર થતા સામાન્ય લોકોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો
હાઇવે પર 5-6 ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો જીતની ઉજવણી કરી રહ્યા છે. જેને પગલે હાઇવે પરથી પસાર થતા સામાન્ય લોકોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો

અરવલ્લી જિ.પં.માટે ચૂંટણીમાં 68.18 ટકા મતદાન કર્યુ હતું. અરવલ્લીમાં જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 128 બેઠકો માટે 997 મતદાન મથકો જયારે મોડાસા પાલિકાના 9 વોર્ડ તથા બાયડ પાલિકાના 6 વોર્ડની માટે 83 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 7,35,962 મતદારો પૈકી 5,01,786 લોકોએ મતદાન કર્યુ હતું. મોડાસા અને બાયડ પાલિકામાં નોંધાયેલ 69367 મતદાર પૈકી 45717 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મોડાસા પાલિકાની9 વોર્ડની 36 બેઠકો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ આમ આદમી પાર્ટી અપક્ષ અને અન્ય સહિત કુલ 101 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં મોડાસા પાલિકા વિસ્તારમાં વહેલી સવારે 07:00 થી 6:00 દરમિયાન 34360 પુરુષ સ્ત્રી મતદારોએ મતદાન કરતાં 62.70 ટકા મતદાન નોંધાયું હતુ. મોડાસા માં 17999 પુરુષોએ મતદાન કરતાં 65.68 ટકા મતદાન નોંધાયું હતું સ્ત્રી મતદારોએ 16361 નું મતદાન કરતાં મહિલાઓનું 59.72 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું છે.

2015નું રિઝલ્ટ
2015ની અરવલ્લીની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 18 અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 30 બેઠકોમાંથી ભાજપને 08 અને કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 128 માંથી ભાજપને 45 અને કોંગ્રેસને 75 બેઠકો મળી હતી