શામળાજી​​​​​​​ પોલીસની કાર્યવાહી:કરોડોની લૂંટ કરી ‌રૂ. 25 લાખ સગેવગે કરવા નીકળેલા 4ને રતનપુર ચેકપોસ્ટેથી પકડ્યા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂ. 500 ના દરના 50 બંડલ કારમાં સંતાડ્યા હતા - Divya Bhaskar
રૂ. 500 ના દરના 50 બંડલ કારમાં સંતાડ્યા હતા
  • મહારાષ્ટ્રના નાગપુર હાઇવે પર સ્કોર્પિયો ચાલક સહિતને લૂંટ્યા હતા
  • પાટણના કુકરાણાના લૂંટારા સહિત ચાર શખ્સો કારમાં આવતા હતા

મહારાષ્ટ્રના નાગપુર હાઈવે ઉપર સ્કોર્પિયોના ચાલક અને અન્ય શખ્સને મારી આંતરરાજ્ય ગેંગ દ્વારા કરોડોની લૂંટને અંજામ આપી પાટણ જિલ્લાના કુકરાણાના રાજુ ઉર્ફે વિક્રમ ઠાકોરના ભાગમાં આવેલી લૂંટના 25 લાખ માતબર તેના વતનમાં કાર લઈને 4 ચાર શખ્સો મૂકવા આવતા હતા. તે દરમિયાન શામળાજી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન લૂંટના ચાર આરોપીઓ રોકડ સાથે ઝડપાઇ ગયા હતા.

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણની ટીમે રતનપુર ચેકપોસ્ટ પાસે રાજસ્થાનમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી શંકાસ્પદ કારને અટકાવી તલાસી લેતાં કારના પડખામાં સંતાડેલી રૂ.500 ની 5000 ચલણી નોટો મળતાં 4 શખ્સોની પૂછપરછ કરતાં મહારાષ્ટ્રના ગોંદિયા જીલ્લામાં સ્કોર્પિઓમાંથી કરોડોની લૂંટ કરનાર આંતરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હતો. જેમાં પાટણના સમી તાલુકાના કુકરાણાના વિક્રમજી જુઠાજી ઠાકોર અને તેની ગેંગે ગોંદિયા જીલ્લાના દેવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પરથી કરોડો ભરેલી સ્કોર્પિઓ કારનો ત્રણ ગાડીઓમાં પીછો કરી જંગલની ઘાટીમાં આંતરીલૂંટ ચલાવી હતી.

આ લૂંટમાં વિક્રમજી ઠાકોરના ભાગમાં 25 લાખ રૂપિયા આવતા ગેંગના ત્રણ સાથીઓ સાથે કારના પડખાઓમાં 25 લાખની રૂ.500 ના દરના 50 બંડલ સંતાડી વતન કુકરાણા જઈ રહ્યો હોવાનું જણાવતાં પોલીસે વિક્રમજી ઠાકોર અને તેની લૂંટારૂ ગેંગના ત્રણ સાગરિતોને જેલમાં ધકેલી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી.

પકડાયેલા આરોપીઓ
1. વિક્રમજી જુઠાજી ઠાકોર (કુકરાણા, તા. સમી- જિ.પાટણ)
2. અજય ઉર્ફે ફોજી રાકેશ જાટ (મંદી ટેટરી, બાગપત-યુ.પી )
3.મનીષ વીરસેનસિંહ હરિજન (ગુરાનારોડ,બડૌત,બાગપત,યુપી)
4.મનીષ અમરપાલ

અન્ય સમાચારો પણ છે...