ઓનલાઈન છેતરપિંડી:ગઠિયાએ શિક્ષિકાના ખાતામાંથી ~20 હજાર સેરવી લેતાં ચકચાર

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં ડેબિટ કાર્ડ બ્લોક થયાનું જણાવી

મોડાસામાં ખાનગી શાળાની શિક્ષિકા સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. ગઠિયાએ તમારુ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું હોવાનું જણાવી મહિલા પાસેથી ઓટીપી નંબર મેળવ્યા બાદ તબક્કાવાર 20 હજાર ઉપાડી લેતાં ચકચાર મચી ગઇ છે.

મોડાસામાં શબનમ નામની મહિલા કે જે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તમારું ડેબિટ કાર્ડ બ્લોક કરાયાનો ફોન કરી પુન: કાર્યરત કરવો હોય તો તમારો ડેબીટ કાર્ડનો નંબર જણાવવાનું ગઠિયાએ કહેતા નંબર જાણ્યા પછી ઓ.ટી.પી માંગી ખાતામાંથી 20 હજાર ઉપડી જતાં બેન્કનો મેસેજ આવતાં શિક્ષિકાને ઠગાયાની જાણ થઇ હતી. શિક્ષિકાએ બેંક સત્તાવાળાઓને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...