તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:અરવલ્લી એસપી-ડીવાયએસપી કોરોના પોઝિટિવ

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ડીએસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયાના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં હોમકોરોન્ટાઈન કરાયા
 • બંને પોલીસ અધિકારીઓના સંપર્કમાં આવેલા સ્ટાફ અને અન્ય લોકોના મેડિકલ ટેસ્ટ લેવા માટે કાર્યવાહી હાથ ધરાઇ

અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસિયાના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે. જો કે, ડીવાયએસપીને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હોવાનું જાણવા મળેલ છે. ડીએસપી સંજય ખરાતની સારવાર શરૂ કરાઇ હોવાનું અને તે ઘરે હોમકોરોન્ટાઈન થયા છે.

મોડાસામાં જુદી-જુદી ત્રણ કોર્ટના ન્યાયાધીશોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીને રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છ. જો કે, ડીવાયએસપીને અને એસપીને બંનેને સારવાર અપાયા બાદ હોમકોરોન્ટાઈન કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે ડીવાયએસપી ભરત બસિયા બે દિવસ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા.ત્યાર બાદ ડીએસપી સંજય ખરાતના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા સારવાર લઈને હોમકોરોન્ટાઈન થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોકત પોલીસ અધિકારીઓના સંપર્કમાં આવેલા સ્ટાફ અને અન્ય લોકોના મેડિકલ ટેસ્ટ લેવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. જો કે, અન્ય પોલીસ કર્મીઓના પણ રેપિડ ટેસ્ટ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.

જિલ્લા પોલીસ વડાની કચેરીમાં કોરોનાનું સંક્રમણ વધે નહિ અને અન્ય પોલીસ કર્મીઓ તેમજ સ્ટાફના આરોગ્યને ધ્યાનમાં લઈને કચેરીને સેનેટાઈઝર કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

સાબરકાંઠા જિલ્લામાં વધુ 9 સંક્રમિત: 11 દર્દીને ડિસ્ચાર્જ કરાતાં કુલ એક્ટિવ કેસ 93ભાસ્કર ન્યૂઝ
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે વધુ 11 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 9 પોઝિટિવ કેસમાંથી હોટ સ્પોટ હિંમતનગર સૌથી વધુ 6 જ્યારે ઇડર, પ્રાંતિજ અને વિજયનગરમાં એક-એક વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 93 સુધી પહોંચી છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરમાં લાભ સોસાયટીમાં 28 વર્ષિય પુરૂષ, હરીહર રેસીડેન્સી સોસાયટીમાં 35 વર્ષિય પુરૂષ, સર્વોદય સોસાયટીમાં 74 વર્ષિય પુરૂષ, સુવિધા સોસાયટીમાં 29 વર્ષિય પુરૂષ, શારદાકુંજ સોસાયટીમાં 75 વર્ષિય પુરૂષ, કૃપા કંપામાં 39 વર્ષિય મહિલા, વિજયનગરમાં ખરોલ ગામમાં 29 વર્ષિય પુરૂષ, પ્રાંતિજમાં વિલાસપુરા કંપામાં 60 વર્ષિય પુરૂષ, ઇડરમાં એકલારા ગામમાં 71 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો