ક્રાઈમ:અરવલ્લી SOGએ કતલખાને લઇ જવાતાં 40 ગાય- વાછરડાં બચાવ્યાં

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી SOGએ પાંચ આરોપીઓને પકડી લીધા હતા. - Divya Bhaskar
અરવલ્લી SOGએ પાંચ આરોપીઓને પકડી લીધા હતા.
  • રતનપુર ચેકપોસ્ટેથી મધ્યપ્રદેશના પાંચ કસાઇ પકડાયા

અરવલ્લી એસઓજીનો સ્ટાફ અને પીઆઈ જયેશ ભરવાડ શામળાજી ઉદેપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન રતનપુર ચેકપોસ્ટ પાસેથી કન્ટેનર નંબર યુપી 21 સી એન 6563 ની તલાશી લેતાં મોઢાના અને પગના ભાગે રસીથી બાંધેલા 40 ગાય વાછરડા મળ્યા હતા. પોલીસે 1,20,000 ગાય વાછરડા, પાયલોટીંગ કરતું ડાલા નંબર એમપી 14 જીસી 1959 ને ઝડપી મધ્યપ્રદેશના પાંચ આરોપીઓને ઝડપી રૂ. 15,24,450નો મુદ્દામાલ કબજે લઇ વોન્ટેડ બે આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ
ગુલામ મુસ્તુફા નારખાં પઠાણ રહે. મલફરગઢ, એમપી, ફારૂક નજીરશેખ રહે. હાજીકોલોની મંદસોર, એમપી, શાહરૂખ બાબુદુદુ મુલતાની રહે. બોલતગંજ, એમપી, આશિક મુબારક ટડીયા મુલતાની રહે. મુલતાનપુરા, એમપી, મુખતીયાર મોહમ્મદ સકુરનીયાધર મુલતાની રહે. દોલતપુરા, મંદસોર, એમપી

વોન્ટેડ આરોપી
યુસુફ રહેમાન મુલતાની,રહે. મુલતાનપુરા , રાજા સોડા મુલતાની રહે. મુલતાનપુરા બંને રહે. મંદસોર એમપી

અન્ય સમાચારો પણ છે...