તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:યુવાનોને સરકારી નોકરી અપાવવાના પ્રકરણમાં અરવલ્લી પોલીસ વડોદરામાં

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડ વડોદરાથી ચાલતું હોવાનું પોલીસનું અનુમાન

અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહિસાગર અને ખેડા જિલ્લાના બેકાર યુવાનોને સરકારી નોકરી આપવાની લાલચ આપીને બોગસ ઓર્ડર કાઢીને રૂ. 59.89 લાખની ઠગાઈ કરતાં અરવલ્લી પોલીસે આ પ્રકરણમાં વડોદરાના અને દાહોદ જિલ્લાના ચાર આરોપીઓને ઝડપી વધુ તપાસ અર્થે અરવલ્લી પોલીસે બે દિવસથી વડોદરામાં ધામા નાખ્યા છે.

યુવાનોને સરકારી નોકરીની લાલચ આપી બોગસ ઓર્ડર આપવાના પ્રકરણમાંવડોદરા એપી સેન્ટર હોવાનું મનાઈ રહ્યું છે. આ પ્રકરણમાં વડોદરાનો ભેજાબાજ અમિત શર્મા સહિત અન્ય વધુ આરોપીઓની સંડોવણી હોવાનું તેમજ નોકરી ઉત્સુક વધુ યુવાનો ભોગ બન્યા હોવાની પ્રબળ શંકા ના આધારે અને આ રેકેટ વડોદરાથી ચાલતું હોવાનું મનાઈ રહ્યું છે. પરિણામે અરવલ્લી પોલીસની જુદી-જુદી ટીમો વડોદરા જિલ્લા અને શહેરમાં છેલ્લા બે દિવસથી કામે લાગી છે.

ઝડપાયેલા ચાર ઠગોના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં રાજ્યમાં આ ઠગ ટોળકીએ ક્યાં ક્યાં ગુના આચર્યા છે તે બે દિવસમાં બહાર આવવાની શક્યતા હોવાનું જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...