ફફડાટ:અરવલ્લી ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરતાં ચાર ડમ્પર પકડ્યા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ડમ્પરના માલિકને ~5.95 લાખનો દંડ ફટકારતાં ફફડાટ

અરવલ્લી જિલ્લામાં જીવણપુર, ટીંટોઈ રોડ ઉપરથી અને શામળાજી રોડ ભિલોડા અને ગડાદર શામળાજી રોડ તેમજ મોડાસાના મરડિયા વરથુ ઉપરથી ગેરકાયદે રોયલ્ટી પાસ પરમીટ વગર ખનીજ વહન કરતાં અને ઓવરલોડ ખનીજ વહન કરતાં 4 ડમ્પર ઝડપી પાડીને જિલ્લા ભૂસ્તરશાસ્ત્ર વિભાગ દ્વારા તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી રૂ.5.95 લાખનો દંડ ફટકારતા જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનચાલકોના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ખાણ ખનીજ વિભાગે મોડાસાના જીવણપુર ટીંટોઈ રોડ ઉપરથી રોયલ્ટી પાસ વિના સાદી રેતી ખનીજ વહન કરતાં ડમ્પરને ઝડપી પાડી રૂ. 2.25 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે શામળાજી ભિલોડા રોડ ઉપર રોયલ્ટી પાસ વિના વધુ ખનીજ વહન કરતાં ડમ્પરને ઝડપી પાડીને તેને 1.20 લાખ દંડ ફટકાર્યો હતો.

ગડાદર શામળાજી રોડ ઉપર ભિલોડા પાસેથી રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ વહન કરતા અન્ય એક ડમ્પર ઝડપી રૂ. 1.25 લાખ દંડ ફટકાર્યો હતો મરડિયા વસ્તુ રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ વહન કરતાં ડમ્પરને ઝડપી પાડીને તેને રૂ. 125000 ફટકારી ઉપરોક્ત 4 ડમ્પરો કબજે લઇ માલિકો સામે કાર્યવાહી કરીને તેમને દંડ ફટકારતા જિલ્લામાં વાહનોના માલિકો ફફડી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...