તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી દારૂ કાંડ:દારૂ સગેવગે કરવાના કૌભાંડમાં અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમાર સસ્પેન્ડ

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીની કચેરીમાંથી જ વિદેશી દારૂની બોટલો મળી હતી
 • કાૈભાંડમાં હજુ એલસીબી કોન્સ્ટેબલ અતુલ ભરવાડ અને શાહરુખ નામનો પન્ટર વોન્ટેડ છે

અરવલ્લી એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂ સગેવગે કરવાના કૌભાંડમાં પીઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓ સામે મોડાસા રૂલર અને ટાઉન પોલીસમાં ગુનો નોંધાતાં ગુનાની તપાસ સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપાઇ હતી.કૌભાંડમાં મોડાસા એલસીબીના પીઆઇ આર.કે.પરમારની સંડોવણી બહાર આવતાં રેન્જ આઈજીએ સસ્પેન્ડ કર્યા હતા.

અરવલ્લી એલસીબીએ 19 ફેબ્રુઆરીએ મોડાસાના ગાજણ ટોલનાકા પાસેથી દારૂ ભરેલું આઇસર પકડ્યું હતું. આઇસરમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો સહિતનો જથ્થો ખાનગી ગાડીમાં સગેવગે કરવાના મામલામાં એલસીબીના પ્રમોદભાઈ પંડ્યા અને ઈમરાન નજામિયા શેખ અને શાહરૂખ નામના પંટરરસામે મોડાસા રૂરલ પોલીસમાં ગુનો નોંધી બંને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ પોલીસવડાની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ દ્વારા એલસીબીમાં સર્ચ કરતાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો મળતાં ટાઉન પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઇ આર.કે.પરમાર અને કોન્સ્ટેબલ અતુલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો સમગ્ર દારૂ કાંડની તપાસ રેન્જ આઇજીએ ડીવાયએસપી સૂર્યવંશીને સોંપાઇ હતી. રેન્જ આઇજીએ પી.આઈ.ને સસ્પેન્ડ કર્યા હતા. પીઆઇ આર.કે.પરમારની બેદરકારી અને સંડોવણી બહાર આવતાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદથી પીઆઇ અને કોન્સ્ટેબલ અતુલ ભરવાડ ભૂગર્ભમાં ઉતરી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો