તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અરવલ્લી LCBએ 4 વર્ષથી ફરાર બે આરોપીને પકડ્યા, દારૂનો અને અપહરણનો આરોપી પકડ્યો

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

અરવલ્લી જિલ્લા એલસીબીના અપહરણ કેસનો આરોપી અને શામળાજી તેમજ હિંમતનગર બી ડિવિઝનના વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીને શામળાજી આશ્રમ પાસેથી ઝડપી લીધા હતા. ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસને થાપ આપીને ચાર વર્ષથી નાસતા ફરતા હતા.અરવલ્લી એલસીબીના એએસઆઇ મોહનસિંહ અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચાર વર્ષ અગાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાનું અપહરણ કરતા બાયડના વારેણાનો જયદિપસિંહ ઉર્ફે જયેશ ફતેસિંહ ડાભી મોડાસા આવવાનો હોવાની બાતમી મળતાં એલસીબીએ આરોપીને તેમજ અપહરણ નો ભોગ બનનાર મહિલાને મોડાસા બસ સ્ટેશન ખાતેથી બંનેને ઝડપી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

શામળાજીમાં એલસીબીના સ્ટાફે પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશનમાં તેમજ હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ચાર વર્ષ અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી બંસીલાલ નેમાભાઈ ખરાડી રહે ઉખેડીતા. ખેરવાડા જિલ્લો ઉદેપુર વાળો શામળાજી આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે શામળાજી આશ્રમ ચોકડીથી વોચ ગોઠવી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો