કાર્યવાહી:અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે 2 ફરાર વોન્ટેડ પકડ્યા

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના દહેગામડા ચારરસ્તેથી અને શામળાજીમાંથી રાયોટિંગ અને એટ્રોસીટીના ગુનાના બે વૉન્ટેડને પકડ્યા

અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે શામળાજી અને ભિલોડાના દહેગામડા ચાર રસ્તા પાસેથી રાયોટિંગ વિથ એટ્રોસીટીના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા શામળાજી પોલીસના બે વોન્ટેડને ઝડપી પાડ્યા હતા.પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ કે.એસ. સિસોદિયાએ બાતમી આધારે રાયોટિંગ વિથ એટ્રોસીટીના ગુનામાં સંડોવાયેલા આરોપી યશપાલસિંહ નવલસિંહ જાડેજાને ભિલોડાના દહેગામડા ચાર રસ્તા પાસેથી દબોચી લીધો હતો.

જોકે પેરોલ ફર્લો સ્કવોડ અને રેન્જ લેવલ નાસતા ફરતા તેમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે..એન મનાતે બાતમીના આધારે શામળાજી બસ સ્ટેશન પાસે ખાનગી લકઝરીમાં આવી રહેલા રાયોટીંગ વિથ એટ્રોસીટી કેસના શામળાજી પોલીસના વોન્ટેડ આરોપી સંજયસિંહ સવુસિંહ ઉર્ફે શૈલેન્દ્રસિંહ જાડેજા રહે. વેણપુરને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...