તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:અરવલ્લી જિલ્લો કોરોનામુક્ત હાલમાં એકેય એક્ટીવ કેસ નહીં, જિલ્લામાં પોઝિટિવના કુલ 856 કેસ નોંધાયા

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓ ન નોંધાતા આરોગ્ય વિભાગમાં રાહત થઇ છે. મોડાસાની સાર્વજનિક અને વાત્રકની જનરલ હોસ્પિટલ અને હિંમતનગર સિવિલમાં જિલ્લાનો અત્યારે કોરોનાનો એક પણ દર્દી સારવાર હેઠળ ન હોવાનું નોંધાયું છે. ત્યારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવના ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓની સારવાર પૂર્ણ થતાં થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ ના અત્યાર સુધીમાં 856 કેસ નોંધાયા છેજિલ્લામાં સપ્તાહમાં 355 મકાનોનું સર્વે હાથ ધરી પોઝિટિવના સંપર્કમાં આવેલા 21 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા હોમક્વોરન્ટાઇન કરાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર દરમિયાન 763 લોકોની આજ દિન સુધીમાં સારવાર પૂર્ણ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો