તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિકાયદા સામે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ તારીખ 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે.જેને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમર્થન આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું હતું કે ભારત બંધના એલાનને કોંગ્રેસ ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. કૃષિ કાયદા સામે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં 11 પક્ષો અને 10 ટ્રેડ યુનિયનોએ ખેડૂતોના બંધને ટેકો જાહેર કર્યો છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત બંધના સમર્થનમાં ટેકો જાહેર કર્યો છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વોટ્સએપના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોનો તાત પોતાના ન્યાય માટે આંદોલન કરી રહ્યો છે તેના સમર્થનમાં કોંગ્રેસની ટીમ દ્વારા દરેક તાલુકા મથકે અને ગામડા અને રસ્તા બંધ રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તદુપરાંત પ્રમુખે વેપારી મિત્રોને અને જનતાને ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી ખેડૂતોના સમર્થનમાં જોડાવા વિનંતી કરી હતી
મોડાસા માર્કેટયાર્ડ ભારત બંધના એલાનમાં નહીં જોડાય. ચેરમેન
અરવલ્લી જિલ્લાના સૌથી મોટા ગણાતા અને વડામથક મોડાસા ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત બંધના એલાનમાં મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જોડાવાની નથી તેથી ધરતીપુત્રોને જણાવવાનું કે જાહેર હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.
અરવલ્લીમાં ઠેર ઠેર પોલીસ તૈનાત કરાયો
કૃષિ કાયદા સામે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. જેના ભાગરૂપે અરવલ્લી જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લામાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું ડીવાયએસપી ભરત બસિયાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 8 જેટલા પી.આઈ, 12 જેટલા પીએસઆઇ અને 950 કરતા વધુ પોલીસ જવાનોને અને હોમગાર્ડ જીઆરડીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.